MU ઓનલાઇન પરીક્ષા લેવા છતાં સ્ટાફને ચુકવણી કરશે

મુંબઈઃ મુંબઈ યુનિવર્સિટીને સંલગ્ન વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો અને શિક્ષકો દ્વારા ઓનલાઇન પરીક્ષાના શિક્ષણકાર્યમાં લાગેલા શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને વળતર ચૂકવવા માટે વિનંતી પ્રાપ્ત થઈ હતી. જે અનુસાર બોર્ડ ઓફ એક્ઝામિનેશન એન્ડ ઈવેલ્યુએશન (BoEE)ના સભ્યો સામે એ કામ માટે મુદ્દો રાખવામાં આવ્યો હતો, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે એ ઓનલાઇના કાર્ય બદલ ચુકવણી કરવામાં આવશે, એમ ગયા સપ્તાહે BoEEના ડિરેક્ટર વિનોદ પાટીલના હસ્તાક્ષર કરેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું. એમાં કહેવામાં આવ્યું હતું કે યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાના આયોજિત થયા પછી એ માટેનું વળતર આપવામાં આવશે.શિક્ષકોને હંમેશાં છેલ્લા વર્ષના પ્રશ્નપત્રોની સાથે-સાથે મૂલ્યાંકન માટે યુનિવર્સિટી દ્વારા ચુકવણી કરવામાં આવે છે, પણ એને સમર 2020ના એક્ઝામિનેશન સેશનમાં એ ચુકવણી નહોતી કરવામાં આવી, કેમ કે પરીક્ષા ઓનલાઇન આયોજિત કરવામાં આવી હતી. વળી, કોરોના વાઇરસના કેસોમાં વધારો થતાં લોકડાઉન લાગુ થતાં યુનિવર્સિટીને ઓનલાઇન એક્ઝામ આયોજિત કરવાની ફરજ પડી હતી. એ ઉપરાંત પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવી હતી. જેથી કોલેજોએ એ વખતે સોફ્ટવેરનો વિકલ્પ પસંદ કર્યો અને MCQ પદ્ધતિથી પ્રશ્નપત્રો અપલોડ કર્યા પછી શિક્ષકોએ એનું મૂલ્યાંકન સોફ્ટવેરના માધ્યમથી પૂરું કર્યું હતું. જોકે શિક્ષકો દ્વારા એનું ફિઝિકલ એસેસમેન્ટ નહોતું કરવામાં આવ્યું, કેમ કે પરીક્ષાની ડયૂટીની દ્રષ્ટિએ તેમના કામમાં વધારો થયો હતો.

સર્ક્યુલર મુજબ MCQ સવાલદીઠ રૂ. સાત અને જવાબ ચકાસવા માટે રૂ. બે, પ્રૂફ રીડરને પ્રશ્નપત્રદીઠ રૂ. 100 અને પ્રશ્નપત્રદીઠ અપલોડ કરવા માટે રૂ. 150 ચૂકવવામાં આવશે.