મહારાષ્ટ્ર: આદિત્ય ઠાકરે બન્યા પ્રધાન, અજીત પવાર બન્યા નાયબ મુખ્ય પ્રધાન

મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વ હેઠળની મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનમંડળનું આજે વિસ્તરણ કર્યું છે. સરકારે રાજ્યમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા એના 32 દિવસ બાદ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી) અને કોંગ્રેસ, એમ 3 પાર્ટીની સંયુક્ત સરકાર રચાઈ છે.

ઉદ્ધવના મોટા પુત્ર આદિત્ય ઠાકરેએ આજે કેબિનેટ પ્રધાન તરીકે જ્યારે એનસીપીના અજીત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

નવા પ્રધાનોનો શપથવિધિ દક્ષિણ મુંબઈસ્થિત વિધાનભવનમાં પાર પડ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ ગઈ 28 નવેંબરે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. એ દિવસે એમની સાથે ત્રણેય પક્ષના બબ્બે વિધાનસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા હતા.

આજે બીજા 36 વિધાનસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા છે. રાજ્યના ગવર્નર ભગતસિંગ કોશિયારીએ તમામ પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાનાં શપથ લેવડાવ્યા હતા.

આ 36 પ્રધાનોમાં 26 કેબિનેટ કક્ષાના અને 10 રાજ્યકક્ષાના પ્રધાનો છે.

આજના વિસ્તરણમાં, એનસીપીના 14, શિવસેનાનાં 12 અને કોંગ્રેસના 10 પ્રધાનોનો સમાવેશ થાય છે.

શપથવિધિ સમારોહ વખતે પ્રધાનોનાં કુટુંબીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આજના કેબિનેટ વિસ્તરણમાં, એનસીપીને 14 સ્થાન (10 કેબિનેટ અને 4 રાજ્યકક્ષા) મળ્યું છે તો શિવસેનાને 12 (8 કેબિનેટ અને 4 રાજ્યકક્ષા) તથા કોંગ્રેસને 10 (8 કેબિનેટ તથા 2 રાજ્યકક્ષાના પ્રધાન) પદ મળ્યા છે.

આમ, ત્રણેય પક્ષને સરકારમાં આ પ્રમાણેનું સંખ્યાબળ મળ્યું છેઃ 16-14-12.

આ છે, મહારાષ્ટ્રની ‘મહાવિકાસ આઘાડી’ સરકારઃ

ઉદ્ધવ ઠાકરે – મુખ્ય પ્રધાન (શિવસેના)

28 નવેંબરે શપથ લેનાર પ્રધાનોઃ

સુભાષ દેસાઈ (શિવસેના)

એકનાથ શિંદે (શિવસેના)

બાળાસાહેબ થોરાત (કોંગ્રેસ)

નીતિન રાઉત (કોંગ્રેસ)

છગન ભુજબળ (એનસીપી)

જયંત પાટીલ (એનસીપી)

આજે શપથ લેનાર પ્રધાનોનાં નામઃ

અજીત પવાર (એનસીપી) – નાયબ મુખ્ય પ્રધાન

કેબિનેટ પ્રધાનોઃ

અશોક ચવ્હાણ

અશોક ચવ્હાણ (કોંગ્રેસ)

દિલીપ વલસે-પાટીલ (એનસીપી)

ધનંજય મુંડે (એનસીપી)

હસન મુશરીફ (એનસીપી)

વર્ષા ગાયકવાડ (કોંગ્રેસ)

વિજય વડેટ્ટીવાર (કોંગ્રેસ)

અનિલ દેશમુખ (એનસીપી)

રાજેન્દ્ર શિંગણે (એનસીપી)

નવાબ મલિક (એનસીપી)

રાજેશ ટોપે (એનસીપી)

સુનીલ કેદાર (કોંગ્રેસ)

સંજય રાઠોડ (શિવસેના)

ગુલાબરાવ પાટીલ (શિવસેના)

અમિત દેશમુખ (કોંગ્રેસ)

દાદા ભુસે (શિવસેના)

જિતેન્દ્ર આવ્હાડ (એનસીપી)

સંદિપાન ભુમરે (શિવસેના)

બાળાસાહેબ પાટીલ (એનસીપી)

યશોમતી ઠાકુર (કોંગ્રેસ)

અનિલ પરબ (શિવસેના)

ઉદય સામંત (શિવસેના)

કે.સી. પાડવી (કોંગ્રેસ)

શંકરરાવ ગડાખ (અપક્ષ)

અસલમ શેખ (કોંગ્રેસ)

આદિત્ય ઠાકરે (શિવસેના)

રાજ્યપ્રધાનોઃ

અબ્દુલ સત્તાર (શિવસેના)

સતેજ પાટીલ (કોંગ્રેસ)

શંભુરાજે દેસાઈ (શિવસેના)

બચ્ચૂ કડૂ (અપક્ષ)

વિશ્વજીત કદમ (કોંગ્રેસ)

દત્તાત્રય ભરણે (એનસીપી)

આદિતી તટકરે (એનસીપી)

સંજય બનસોડે (એનસીપી)

પ્રાજક્ત તનપુરે (એનસીપી)

રાજેન્દ્ર પાટીલ યેડ્રાવકર (અપક્ષ)