આઈપીએલ સટ્ટાખોરી કેસઃ અભિનેતા અરબાઝ ખાનને થાણે પોલીસનું તેડું

થાણે – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનને આજે થાણે પોલીસે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાને લગતા સટ્ટાખોરી કૌભાંડના સંબંધમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું.

અહેવાલો અનુસાર, અરબાઝે ટોચના બુકીઓ મારફત બેટિંગ કર્યું હતું.

પોલીસે એક ટોચના બુકીની ધરપકડ કર્યા બાદ તપાસના ભાગરૂપે અરબાઝને બોલાવ્યો હતો.

પોલીસે હાલમાં જ ક્રિકેટ સટ્ટાખારીના એક કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. એમણે સોનુ ઉર્ફે જાલન ઉર્ફે સોનુ બાટલા નામના 42 વર્ષીય બુકીની ધરપકડ કરી છે. આ બુકી દેશમાં તેમજ વિદેશમાં ક્રિકેટ સટ્ટાખોરીનું કૌભાંડ ચલાવતો હતો. જાલનને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંપર્ક હોવાનું મનાય છે.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે જાલન અરબાઝ ખાનના સંપર્કમાં હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]