મોહમ્મદ શમીથી વિમુખ થયેલી પત્ની હસીન જહાં મુંબઈમાં કોંગ્રેસમાં જોડાઈ

મુંબઈ – ભારતની ક્રિકેટ ટેસ્ટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીથી અલગ થયેલી પત્ની હસીન જહાંએ રાજકારણમાં ઝંપલાવ્યું છે અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છે.

હસીન જહાં ભૂતપૂર્વ મોડેલ અને આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ભૂતપૂર્વ ચીયરગર્લ પણ છે અને મોહમ્મદ શમીથી એને એક સંતાન તરીકે પુત્રી છે.

હસીન જહાં મુંબઈમાં મુંબઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સંજય નિરુપમની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ છે.

ગઈ કાલે એક ખાસ સમારંભમાં હસીન જહાં કોંગ્રેસમાં જોડાઈ હતી અને સંજય નિરુપમે પુષ્પગુચ્છ આપીને એનું સ્વાગત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, હસીન જહાંએ આ વર્ષના આરંભમાં એનાં પતિ શમી વિરુદ્ધ ઘરેલુ હિંસા તથા અનેક લગ્નેતર સંબંધો હોવાનો આરોપ મૂકીને ખળભળાટ મચાવી દીધો હતો.