મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કલાગુર્જરી સ્થાપક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે નવલકથાકાર – વાર્તાકાર ઈલા આરબ મહેતાની કૃતિઓ આધારિત `ઈલા-વિશેષ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શબ્દસાધક શ્રેણી અંતર્ગત રવિવારે ૨૦ નવેમ્બરે સાંજે ૬.00 વાગ્યે કલાગુર્જરીના શ્રી દશરથલાલ જોશી પુસ્તકાલય, વિલે પાર્લે (પશ્વિમ) ખાતે આ કાર્યક્રમ યોજાશે. તેમાં ઈલા આરબ મહેતા સાથે તેમની જીવનસફર અને સાહિત્યસફરને સાંકળીને પ્રીતિ જરીવાલા સંવાદ કરશે. વાર્તાઓનું પઠન રાજુલ દીવાન અને સેજલ પોન્દા કરશે. કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યાનું છે. પ્રવેશ નિઃશુલ્ક છે.
