મુંબઈઃ દસ દિવસના ગણેશોત્સવની ઉજવણી 31 ઓગસ્ટના બુધવારથી મુંબઈમાં શરૂ થશે. ગણપતિબાપાને વધાવવા માટે ભક્તોમાં ઘણો ઉત્સાહ છે અને મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્ર પણ ઉત્સવ સુરક્ષિત રીતે પાર પડે એ માટે સજ્જ બન્યું છે. પરંતુ, પાલિકાએ જાહેરાત કરી છે કે શહેરમાં 13 પૂલ એવા છે જે ગણપતિના સરઘસ લઈ જવા માટે જોખમી છે. આ પૂલને તોડીને ફરી બાંધવા માટે તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. તેથી ગણેશ ચતુર્થી તથા ગણેશ વિસર્જનના દિવસોએ આ પૂલ પરથી પસાર થતી વખતે અત્યંત કાળજી રાખવાની પાલિકા તંત્રએ નાગરિકોને વિનંતી કરી છે અને પોલીસતંત્રના આદેશ, વ્યવસ્થા નિયમનોનું પાલન કરવાની પણ વિનંતી કરી છે.
(તસવીર સૌજન્યઃ Wikimedia Commons)
આ 13 પૂલ છેઃ
- ઘાટકોપર રેલવે ઓવરબ્રિજ
- કરી રોડ બ્રિજ
- ચિંચપોકલી બ્રિજ
- ભાયખલા રેલવે ઓવરબ્રિજ
- મરીન લાઈન્સ રેલવે ઓવરબ્રિજ
- સેંડહર્સ્ટ રોડ બ્રિજ
- ફ્રેન્ચ બ્રિજ (ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ વચ્ચે)
- કેનેડી બ્રિજ
- ફોકલેન્ડ રોડ બ્રિજ (ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે)
- બેલાસીસ બ્રિજ (મુંબઈ સેન્ટ્રલ)
- મહાલક્ષ્મી બ્રિજ
- કરોલ બ્રિજ (પ્રભાદેવી)
- તિલક બ્રિજ (દાદર)