પાલઘરમાં 3.6ની તીવ્રતાના ધરતીકંપનો આંચકો આવ્યો

મુંબઈઃ નજીકના પાલઘર જિલ્લામાં આજે ધરતીકંપનો હળવો આંચકો લાગ્યો હતો.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા મુજબ, આજે સવારે 7.07 વાગ્યે આંચકો લાગ્યો હતો. તેની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.6 હતી. ક્યાંય પણ કોઈ પ્રકારનું નુકસાન થયાનો અહેવાલ નથી.