મુંબઈઃ મહાનગરમાં આજે કોરોનાવાઈરસ મહાબીમારીના નવા 733 કેસ નોંધાયા હતા અને 19 મરણની પણ નોંધણી થઈ છે. આ સાથે શહેરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 7,21,370 થઈ છે. શહેરમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 14,809 છે.
મુંબઈ મહાનગરપાલિકાએ રિલીઝ કરેલી માહિતી અનુસાર, આજે કોરોનાને કારણે શહેરમાં 19 જણના મૃત્યુ થયા હતા. આ સાથે આ ચેપી રોગને કારણે અત્યાર સુધીમાં થયેલા મૃત્યુનો આંક વધીને 15,298 થયો છે. આજે કોરોનાના 650 દર્દીઓ સાજા થયા હતા અને એમને હોસ્પિટલ કે કોવિડ કેર કેન્દ્રોમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 6,88,990 થઈ છે. આજે કુલ 28,226 જણનો કોરોના ટેસ્ટ લેવાયો હતો. શહેરમાં કુલ 15 કન્ટેનમેન્ટ ઝોન છે. 80 મકાનોને સીલ કરી દેવામાં આવ્યા છે. મુંબઈ જિલ્લામાં કોરોના રીકવરી રેટ 95 ટકા છે.