મુંબઈઃ અહીં મધ્ય મુંબઈના ભાયખલા (પૂર્વ) ઉપનગરમાં નાગપાડા વિસ્તારમાં આવેલી મહારાષ્ટ્ર સરકાર સંચાલિત અને 175 વર્ષ જૂની જે.જે. હોસ્પિટલ (ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને સર જે.જે. ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ)માં 61 રેસિડેન્ટ ડોક્ટરોને કોરોના બીમારી લાગુ પડ્યાનો અહેવાલ છે. મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા સમાચાર સંસ્થા એએનઆઈને આ જાણકારી આપવામાં આવી છે.
વાસ્તવમાં, મુંબઈ શહેરમાં નિવાસી ડોક્ટરોની અછત છે. ઘણા એવા ડોક્ટરો કોરોના થવાને કારણે સેવામાં હાજર થઈ શક્યા નથી, એને કારણે દર્દીઓની સારવાર ખોરવાઈ ગઈ છે.