મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાના ફરી વધી ગયેલા કેસને કાબૂમાં રાખવા માટે સત્તાવાળાઓએ રેલવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારી દેવાનું નક્કી કર્યું છે. મધ્ય રેલવેએ મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર)માં કેટલાક મહત્ત્વના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત પાંચ ગણી વધારી દીધી છે, જેથી આગામી ઉનાળાની મોસમમાં સ્ટેશનો તથા લોકલ ટ્રેનોમાં લોકોની ભીડ ન વધે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનસ, પડોશના થાણે, કલ્યાણ, પનવેલ અને ભીવંડી રોડ સ્ટેશનો ખાતે પ્લેટફોર્મ ટિકિટ રૂ. 10થી વધારીને રૂ. 50 કરી દેવામાં આવી છે. નવી કિંમત ગઈ 24 ફેબ્રુઆરીથી જ અમલમાં આવી ગઈ છે અને આ વર્ષની 15 જૂન સુધી અમલમાં રહેશે.
Image courtesy: Wikimedia Commons, Flickr.com