તમારી બારીએથી લાખો દરવાજા સુધી: ‘સુરેશ દલાલ.com’ કાર્યક્રમ યોજાશે

મુંબઈઃ શિર્ષક પંક્તિ ડો. સુરેશ દલાલને સંપૂર્ણપણે બંધબેસતી છે. વર્ષોથી સુરેશભાઈ ‘મારી બારીએથી’ તેમની જગવિખ્યાત કોલમથી જ ઓળખાય છે.

ડો. સુરેશ દલાલને યાદ કરતો એક અવિસ્મરણીય કાર્યક્રમ ‘સુરેશ દલાલ.com’ લઈને આવ્યા છે ગુજરાતી ભાષાને અનહદ પ્રેમ કરતા મુંબઈસ્થિત જાણીતા આયોજક લાલુભાઈ. જેમણે કોરોનાના કપરા કાળમાં ગુજરાતી ભાષાના ઉમદા કાર્યક્રમો દ્વારા લાખો લોકોને તાણમુક્ત કર્યા છે.

‘સુરેશ દલાલ.com’ કાર્યક્રમમાં દેશભરમાં જાણીતા સુરીલા કંઠના માલિક એવા શ્યામલ, સૌમિલ, આરતી મુનશી તથા એમને સાથ આપતા દ્રવિતા ચોક્સી તથા આપણી સૌની લાડકી ઐશ્વર્યા મજુમદાર છે. તદ્દન નવીનતાપૂર્વક સંચાલન કર્યું છે. તુષાર શુક્લએ તથા સુરેશ દલાલના અખબાર તથા જુદા જુદા કટિંગ્સથી અદ્દભુત મંચસજ્જા કરી છે લાલુભાઈએ. આવા અદ્દભુત શિર્ષકની પરિકલ્પના પણ એમની જ છે.

ગુજરાતી માતૃભાષાનું જતન કરતા અગ્રેસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’એ આ માતબર કાર્યક્રમને સ્પોન્સર કર્યો છે.

આ કાર્યક્રમ બીજી માર્ચના મંગળવારે રાત્રે 9 વાગ્યે યૂટ્યૂબ પર શ્યામલ-સૌમિલ ચેનલ પર જોવાનું ભૂલતા નહીં. કાર્યક્રમની ઝલક નિહાળો આ લિન્ક પર…

જાણીતા કવિ અને સંચાલક અંકિત ત્રિવેદીનો વિડિયો નિહાળો…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]