મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન વિશે CM ઠાકરેનો સંકેત

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર રાજ્યમાં ગયા વર્ષની જેમ ફરીથી કોરોના-લોકડાઉન લાગુ કરવાના મામલે એક સંકેત આપ્યો છે. એમણે કહ્યું છે કે, ‘રાજ્યમાં ફરી લોકડાઉન લાગુ થાય એવું હું ઈચ્છતો નથી, પરંતુ મજબૂરી પણ એક કારણ હોય છે.’

આમ છતાં, ઠાકરેએ જનતાને ખાતરી આપી છે કે પોતે કોરોના વાઈરસના કેસોની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. રાજ્યમાં ફરી લોકડાઉન ટાળવું હોય તો લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોવિડ-19 નિયમોનું પાલન કરે. મુંબઈમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના નવા 1,051 કેસ નોંધાયા હતા અને પાંચ જણનું મૃત્યુ થયું હતું. પુણે શહેરમાં 14 માર્ચ સુધી સ્કૂલ, કોલેજ, ખાનગી કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. રાતનો કર્ફ્યૂ પણ 14-માર્ચ સુધી લંબાવી દેવાયો છે.

Image courtesy: Flickr.com

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]