મુંબઈ:બલિના બકરા પર લખવામાં આવ્યું ‘રામ’, ત્રણ લોકો વિરુદ્ધ કેસ

મહારાષ્ટ્રના મુંબઈમાં ધાર્મિક લાગણી ભડકાવવા બદલ ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, અહીં એક મટનની દુકાનના માલિક પર બકરી પર ‘રામ’ લખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તસવીરો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનોએ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જે બાદ પોલીસે હવે કાર્યવાહી કરીને મટનની દુકાનને સીલ કરી દીધી છે.

મુંબઈના CBD બેલાપુર પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી હતી કે મુંબઈમાં મટનની દુકાનના માલિકે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. ફરિયાદ કરનાર હિન્દુ સંગઠન બજરંગ દળે કહ્યું હતું કે આનાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.ફરિયાદના આધારે પોલીસે દુકાન માલિકો અને એક કર્મચારી સહિત 3 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ‘દુકાન પર બલિદાન માટે 22 બકરા લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી એક પર ધાર્મિક નામ લખેલું હતું. ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીઓની ઓળખ કરી લીધી છે અને મોહમ્મદ શફી શેખ, સાજિદ શફી શેખ અને કુય્યામ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.અધિકારીએ કહ્યું કે પોલીસે દુકાનનું લાઇસન્સ રદ કરવા માટે મહાનગરપાલિકા અને અન્ય અધિકારીઓ સાથે પણ વાત કરી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર બકરીનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. આ બકરીની પીઠ પર અંગ્રેજીમાં રામ લખેલું હતું.ફોટો શેર કરતી વખતે,હિન્દુ સંગઠનો બકરી પર આ લખનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. હિન્દુ સંગઠનોએ દાવો કર્યો હતો કે આનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેને જોતા પોલીસે હવે ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.