મોરબીના સિરામિક ઉદ્યોગને માલવહન માટે નવી રેલ ક્નેક્ટિવિટી મળી

રાજકોટ: દેશભરમાં સિરામિક અને ટાઈલ્સ ઉદ્યોગનું હબ બનેલા મોરબીને માલ પરિવહન માટેની મુશ્કેલીમાં મોટી રાહત મળી છે. રેલ્વે વિભાગે મોરબી નજીક મકનસર ફેટ ટર્મિનલ વિકસાવ્યું છે અને રમીનલ મારફત દેશના અન્ય ભાગો સાથે મોરબી અને આસપાસના વિસ્તારોને જોડી માલ પરિવહન શરુ કરવામાં આવ્યું છે. રેલ્વે વિભાગના આ પ્રયાસોથી મોરબીના ઉદ્યોગ્કારોને આર્થિક રીતે મોટો ફાયદો થશે અને ઓછા સમયમાં માલનુંપરિવહન શક્ય બનશે. મોરબીના લાંબા સમયની માગણી અંતે સંતોષવામાં આવતી છે.મોરબી અને આસપાસ આશરે 1000 જેટલા સિરામિક્ અને ટાઈલ્સના કારખાના છે અને પાંચ લાખથી વધુ લોકોને આ સ્થાનિક ઉદ્યોગ રોજગારી આપે છે. સિરામિક અને ટાઈલ્સના ઉદ્યોગનો વાર્ષિક કારોબાર આશરે રૂ. 60,000 કરોડ છે તેમાં ડોમેસ્ટિક રૂ. 40,000 કરોડ અને નિકાસ 20,000 કરોડની છે. મોરબી પંથકમાંથી દેશભરમાં માલ લઇ જવા ઉદ્યોગકારોને મોટી મુશ્કેલી પડતી હતી.રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) એ મકનસર સ્થિત નવા ફ્રેટ ટર્મિનલથી કન્ટેનર ટ્રેનમાં મોરબીની સિરામિક ટાઇલ્સ લોડ કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આજે આ ટર્મિનલ પર લોડિંગનો પ્રારંભ થયો છે, જેના કારણે માલવહનની કિંમત ઘટશે અને મોરબી તથા આસપાસના ઉદ્યોગોને સમગ્ર દેશમાં માલ મોકલવા માટે નવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. ગુજરાતના મોરબી નજીક મકનસર ખાતે નવું ફ્રેટ ટર્મિનલ (ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ) જી-રાઈડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ગુજરાત સરકાર અને રેલ મંત્રાલયનો સંયુક્ત ઉપક્રમ છે. દેશભરમાં આ પ્રકારના ટર્મિનલ વિકસાવવા માટેની પી.એમ. ગતિ શક્તિ નીતિનો ભાગ છે.

નવી-નવી કોમોડિટીના રેલ માર્ગે પરિવહન માટે રાજકોટ રેલ મંડળની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) દ્વારા સતત સર્વે કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત વેપારીઓ સાથે સંપર્ક કરીને તેમને રેલ માર્ગથી માલ મોકલવાના ફાયદાઓ સમજાવવાના પ્રયાસોને સફળતા મળી છે. રાજકોટ ડિવિઝનની કામગીરીના પરિણામે મકનસર ગતિ શક્તિ ટર્મિનલથી કન્ટેનર ટ્રેનનું સંચાલન પહેલી વખત થયું છે. પ્રથમ આ કન્ટેનર ટ્રેનના ૫૬ કન્ટેનરમાં ૧૮૨૪ ટન સિરામિક ટાઇલ્સનું સંચાલન થયું છે, જેના કારણે રાજકોટ ડિવિઝનને અંદાજે ૫.૯૪ લાખ રૂપિયાની આવક થઇ છે.

(દેવેન્દ્ર જાની-રાજકોટ)