ગાંધીનગર: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) આજે પોતાના કર્મચારીઓ અને તાલીમાર્થીઓએ મેળવેલી પદવીની ઉજવણી કરી રહ્યુ છે. આ વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારની કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ડિગ્રી અને ડિપ્લોમા પ્રાપ્ત કર્યા છે.AM/NS Indiaના કર્મચારીઓ અને તાલીમાર્થીઓનો દીક્ષાંત સમારોહ અનેક પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં ઉજવાયો હતો. સમારોહના મુખ્ય અતિથિ તરીકે રાજ્ય સરકારના મંત્રી બલવંતસિંહ હાજર રહ્યા. સમારોહની અધ્યક્ષતા IAS ઓફિસર અને કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના અધ્યક્ષ પંકજ જોષીએ કરી હતી.
AM/NS Indiaના એકેડેમી ફોર સ્કિલ ડેવલપમેન્ટ થકી પ્રશિક્ષિત આ વિદ્યાર્થીઓની હાજરી કંપનીના વર્ક ઈન્ટિગ્રેટેડ લર્નિંગ પ્રોગ્રામ્સ (WILPs)ની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે, જે ઉદ્યોગ માટે કાર્યબળ તૈયાર કરવામાં સહાયરૂપ છે. કુલ 184 AM/NS Indiaના કર્મચારીઓ અને કંપનીની એકેડમી ફોર સ્કીલ ડેવલપમેન્ટમાંથી તાલીમ પ્રાપ્ત કરનારા તાલીમાર્થીઓએ કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી (KSU) પાસેથી પોતાની પદવી પ્રાપ્ત કરી છે.
- બેચલર ડિગ્રી સ્ટીલ ટેકનોલોજીમાં: 107 સ્નાતક
- બેચલર ડિગ્રી ગ્રીન અને રિન્યુએબલ એનર્જીમાં: 36 સ્નાતક
- પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સ્ટીલ ટેકનોલોજીમાં: 41 સ્નાતકોત્તર વિદ્યાર્થીઓ
આ ત્રણેય કોર્સનો અભ્યાસક્રમ હજીરા, ગુજરાત સ્થિત AM/NS Indiaની એકેડેમી ફોર સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવ્યા છે અને સંચાલન પણ થાય છે, જે શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચેના સફળ સહકારનું ઉત્તમ ઉદાહરણ છે.
પંકજ જોષીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “કૌશલ્ય યુનિવર્સિટી જેવા પ્રયત્નો દ્વારા યુવાનોને વધુ રોજગાર યોગ્ય બનાવવાનો અમારો હેતુ છે. અમે AM/NS Indiaને અભિનંદન આપીએ છીએ કે તેમણે ઉદ્યોગોને ધ્યાનમાં રાખી અનોખી તાલીમ પહેલ શરૂ કરી છે, જેના પરિણામે આજે 184 કુશળ કર્મચારીઓ સફળતાપૂર્વક પદવી પ્રાપ્ત કરી શક્યા છે.”
