અમદાવાદ: મહેસાણા જિલ્લાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું આજ રોજ નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. આજે સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાનથી તેમની અંતિમ યાત્રા નીકળશે. સવારે 10.30 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે.
કડી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું. સરળ અને સૌમ્ય સ્વભાવ તથા સાદગીપૂર્ણ વ્યવહાર માટે તેઓ હંમેશા યાદ રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે, તથા સ્વજનો અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ…— Bhupendra Patel (@Bhupendrapbjp) February 4, 2025
કડી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે, તથા સ્વજનો અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ 🙏 pic.twitter.com/tcw93LEdAX— Harsh Sanghavi (@sanghaviharsh) February 4, 2025
કરશનભાઈ લાંબા સમયથી બીમાર હતા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમની બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી. મોડી રાત્રે અઢી વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.
કડી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના દુ:ખદ અવસાન થતા શોક અનુભવુ છું.
ઈશ્વર સદગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏 pic.twitter.com/btryZzg4lD
— Raghavji Patel (@RaghavjiPatel) February 4, 2025
સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતા કડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકીના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. ભાજપને એમની સદાય ખોટ વર્તાશે.
ઈશ્વર દિવંગત આત્માને સદ્ગતી અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ… pic.twitter.com/vgyVRDz45n
— Bhanuben Babariya (@BhanubenMLA) February 4, 2025
સરકારી બસમાં કરતાં મુસાફરી
નોંધનીય છે કે કરશનભાઈ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવના કારણે સમગ્ર વિસ્તારમાં જાણીતા હતા. તેઓ ઘણીવાર સરકારી બસમાં મુસાફરી કરતાં તો લોકોમાં ચર્ચાનો વિષય બની જતો હતો. ઘણી વખત તેમને મોંઘીદાટ ગાડીઓની ઑફર પણ આવી હતી જે તેમણે સ્વીકારી નહીં. તેમના સાદગીભર્યા જીવનના કારણે તેમને લોકચાહના મળી હતી.