ભોજપુરઃ બિહારના ભોજપુરમાં તનિષ્ક જ્વેલરી શોરૂમમાં બદમાશોએ ધોળા દિવસે મોટી લૂંટ ચલાવી હતી. સવારે 10 વાગ્યે સશસ્ત્ર બદમાશોએ શીશમહલ ચોક સ્થિત તનિષ્ક જ્વેલરી શોરૂમમાં ધાડ પાડી હતી અને 25 કરોડ રૂપિયાના દાગીના લૂંટી લીધા હતા. પોલીસે અથડામણમાં બે બદમાશોને ઢેર કર્યા હતા.
આ શોરૂમમાં બદમાશોને જોતાં ત્યાં હાજર લોકો અને સેલ્સમેનો ડરી ગયા હતા. બદમાશો લોકોને ખૂણામાં ધકેલી દીધા હતા. ત્યાં સુરક્ષા કર્મચારીઓ પાસેથી હથિયાર છીનવી લીધા હતા.. આ દરમિયાન પોલીસ અને ગુનેગારો વચ્ચે ગોળીબારની માહિતી મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ડાયરા વિસ્તારમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ગુનેગારો સવારે લગભગ 10.15 વાગ્યે ગ્રાહકો તરીકે પોતાને રજૂ કરીને શોરૂમમાં પ્રવેશ્યા હતા. થોડી જ વારમાં તેઓએ સેલ્સમેન અને ગાર્ડને બંદૂકની અણીએ પકડી લીધા. જ્યારે તેમણે વિરોધ કર્યો ત્યારે સેલ્સમેન રોહિતકુમારને માર મારવામાં આવ્યો, જ્યારે ગેટ પર તૈનાત સુરક્ષા ગાર્ડ મનોજ ઠાકુરને ધમકી આપવામાં આવી અને તેમની લાઇસન્સવાળી રાઇફલ છીનવી લેવામાં આવી. આ પછી, બદમાશોએ લગભગ 22 મિનિટ સુધી બંને માળે લૂંટ ચલાવી.આ લૂંટ બાદ ગુનેગારો ચાલાકીપૂર્વક સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુનેગારો છાપરા તરફ ભાગી ગયા છે. આ લૂંટમાં સંડોવાયેલા સાત ગુનેગારોમાંથી એકે માસ્ક પહેર્યો હતો, જ્યારે બાકીના ગુનેગારો માસ્ક વગરના હતા. આ ઘટનાની માહિતી મળતાં જ ભોજપુરના એસપી રાજ, એએસપી પરિચય કુમાર અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી હતી.
