મુંબઈ: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) સીઝન-2માં માઝી મુંબઈએ પોતાનું દમદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. માઝી મુંબઈએ પોતાની બીજી મેચમાં ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટથી હરાવ્યું છે. થાણેના દાદોજી કોંડાદેવ સ્ટેડિયમ ખાતે 28મી જાન્યુઆરી એ મેચ રમાય હતી. 66 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરતા, મુંબઈએ ફક્ત 7.3 ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.મુંબઈ માટે ઇનિંગ્સની શરૂઆત સારી રહી, ઓપનર મોહમ્મદ નદીમ અને રજત મુંધેએ પ્રથમ બે ઓવરમાં 24 રનની ભાગીદારી નોંધાવી.જો કે, ફાલ્કન્સે શાનદાર પેસ બોલિંગ દ્વારા વળતો પ્રહાર કર્યો, રજત મુંધે અને કરણ મોરને આઉટ કરીને તેઓ રમતમાં પાછા ફર્યા. હૈદરાબાદના ઝડપી બોલર પરવીન કુમારે છઠ્ઠી ઓવરમાં મહેન્દ્ર ચંદન અને મોહમ્મદ નદીમની વિકેટો મેળવીને મુંબઈના બેટ્સમેન પર દબાણ વધાર્યું. જો કે, અમિત નાઈક અને અભિષેક કુમાર દાલહોરે મુંબઈ માટે દમદાર હિટિંગ કરીને ટીમને મજબૂત બનાવી, 50-50 ચેલેન્જ ઓવરમાં બંન્નેની જોડીએ ભાગીદારી કરીને 14 રન બનાવ્યા હતા. જેનાથી મુંબઈની જીત પર અસર પડી. મુંબઈ માટે નદીમ સૌથી વધુ રન બનાવનાર બોલર હતો, તેણે ૧૮ બોલમાં ૨૫ રનનું યોગદાન આપ્યું, જ્યારે હૈદરાબાદ માટે પરવીન કુમારે ૨/૩ના આંકડા સાથે પ્રભાવિત કર્યા.
હૈદરાબાદની ટીમ શરૂઆતમાં મુશ્કેલીમાં મુકાઈ હતી. તેમણે ઘણી વિકેટો ગુમાવી. ઓપનર પદ્મેશ મ્હાત્રે ફક્ત બે બોલ રમીને ફાસ્ટ બોલર રાજેન્દ્ર સિંહની ઓવરમાં મોટો ફટકો મારવા ગયો, પરંતુ વિજય પાવલે મિડ-ઓફ પર તેનો શાનદાર કેચ પકડી લીધો હતો. મન્સૂર કે.એલ. અને બીજા ઓપનર, કિસન સતપુતે, થોડા સમય પછી ફોલોઅપ બોલિંગ કરી, અનુક્રમે બીજી અને ત્રીજી ઓવરમાં તેમની પણ વિકેટ પડી ગઈ. જેના કારણે ફાલ્કન્સ ત્રણ ઓવર પછી 8/3 પર સંઘર્ષ કરી રહ્યું હતું.
હૈદરાબાદની બાકીની બેટિંગ લાઇનઅપ પણ સારી બેટિંગ કરવામાં નિષ્ફળ ગઈ કારણ કે મુંબઈ નિયમિત અંતરાલે વિકેટ લેવાનું ચાલુ રાખ્યું. શ્રેયશ કદમ એકમાત્ર બેટ્સમેન હતો જેણે લડાઈ લડી હતી, તેણે માત્ર 13 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 31 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી અભિષેક કુમાર દાલ્હોર શાનદાર બોલિંગ કરી હતી. તેણે 25 રન આપીને 3 વિકેટ લીધી હતી અને તેના પ્રયાસો માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
