મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશનના વાર્ષિક એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ESA) ડે દરમિયાન, સમગ્ર શહેરમાંથી આવેલા 680થી વધુ બાળકોએ હેમલીઝ વન્ડરલેન્ડ ખાતે મનોરંજન તેમજ શિક્ષણ બંન્નેનો સાથે એક ખાસ, મનોરંજક અનુભવ કર્યો. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ તેમજ બિન-સરકારી સંસ્થાઓના બાળકોને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વર્ષભરની વિવિધ પહેલ દ્વારા સમર્થન આપવામાં આવે છે.
ESA ડે માટે બાળકો સાથે જોડાતા રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું, “રિલાયન્સ ફાઉન્ડેશન માને છે કે જ્યારે બાળકોને આનંદદાયક અનુભવો થાય છે, ત્યારે તેમનામાં મહત્વાકાંક્ષાઓ જન્મે છે, ચારિત્ર્યનું નિર્માણ થાય છે અને તેમની ક્ષમતાઓનો વિકાસ થાય છે. અમારો ESA કાર્યક્રમ આ વિચારધારાને આપવવાના આનંદ સાથે જોડે છે. 15 વર્ષથી વધુ સમયથી, રિલાયન્સ ફાઉન્ડેશન વિવિધ પૃષ્ઠભૂમિના બાળકો માટે ઉત્સવની ઉજવણીનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે, બાળકોએ હેમલીઝ વન્ડરલેન્ડ ખાતે લાઇટ એટેલિયરનો પણ અનુભવ કર્યો. નાના બાળકોને પ્રકાશ અને પડછાયા સાથે રમતી વખતે પ્રદર્શન દ્વારા શીખવાનો આનંદ માણતા જોવું અદ્ભુત હતું.”
જિયો વર્લ્ડ ગાર્ડનમાં હેમલીઝ વન્ડરલેન્ડ કાર્નિવલમાં, બાળકો વિવિધ આકર્ષણોનો અનુભવ કરીને રોમાંચિત થયા. જેમાં ડીનો વર્લ્ડ, એલિવેટર ટુ ધ નોર્થ પોલ, જાયન્ટ ફેરિસ વ્હીલ, કેરોયુઝલ, બમ્પર કાર્સ, વન્ડર બલૂન, વન્ડર બોટ અનેઅન્ય આકર્ષક રમતોનો સમાવેશ થાય છે.
બાળકોએ આ વર્ષના નવા આકર્ષણ – લાઇટ એટેલિયરનો પણ અનુભવ કર્યો – જે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર દ્વારા કતારના ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ દાદુના સહયોગથી રજૂ કરવામાં આવ્યું. લાઇટ એટેલિયર 4 થી 12 વર્ષની વય જૂથના બાળકોને રમત-રમતમાં, વ્યવહારુ શોધ દ્વારા પ્રકાશ, પડછાયા અને રંગના જાદુને શોધવા માટે પ્રોત્સાહિત કરે છે, જેમાં ઇમર્સિવ શિક્ષણ વાતાવરણમાં રમતિયાળ, વ્યવહારુ શોધખોળનો સમાવેશ થાય છે.
રિલાયન્સ ફાઉન્ડેશનનો ESA કાર્યક્રમ આ પ્રકારની શૈક્ષણિક તકોને તમામ પૃષ્ઠભૂમિના બાળકો માટે સુલભ બનાવવાનો પ્રયાસ કરે છે; એક અભિગમ જે રિલાયન્સની ‘વી કેર’ ફિલસૂફીમાં ઊંડાણપૂર્વક મૂળ ધરાવે છે. ડિસેમ્બરમાં આ ખાસ કાર્યક્રમનો હેતુ વિવિધ સમુદાયોના બાળકોને સક્ષમ બનાવવા, તેમની કલ્પના અને આકાંક્ષાઓને બળ આપતા અનુભવોનો આનંદ માણવા તેમજ આનંદ અને આપવાની ભાવનાની ઉજવણી કરવાનો છે.


