સાધન સંપન્ન યુરોપ-અમેરિકા કોરોના મામલે થાપ ખાઇ ગયા?

નવી દિલ્હી: અમેરિકા અને યુરોપમાં જે ઝડપે કોરોના વાઈરસ ફેલાય રહ્યો છે એમાં તમારા મનમાં સવાલો ઉઠવા સ્વભાવિક છે. એ પણ હકીકત છે કે, આ રોગની કોઈ દવા હજુ સુધી નથી શોધાય. તો બીજી તરફ એ પણ સત્ય હકીકત છે જો દવા કે રસી માર્કેમાં આવશે તો પણ તેને દોઢ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ ઉપરાંત એક કડવી હકીકત એ પણ છે કે, યુરોપ અને અમેરિકાએ આને રોકવા માટેની કામગીરીમાં વિલંબ કર્યો. આ ઉપરાંત સરકાર દ્વારા લેવાયેલા પગલાને જનસમર્થન જોઈએ એટલું ન મળી શક્યું. તેનું ઉદાહર છે જર્મની જ્યાં 3 લાખ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે, જેમણે ક્વોરન્ટાઈન અને લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અનુસાર વર્તમાનમાં જાપાનમાં સૌથી વધુ વૃદ્ધ લોકો છે, જે કુલ વસ્તીનો ત્રીજો ભાગ છે એટલે કે, 28.2 છે. અહીં લગભગ 2.3 બિલિયન લોકો 70 વર્ષની ઉંમરના છે. તમારે એ પણ જાણવું જરૂરી છે કે, 7 જી દેશોમાં સામેલ જાપાનની અર્થવ્યવસ્થા સૌથી ધીમી રહી છે. જાપાનની જનસંખ્યામાં 2012થી 2017ની વચ્ચે દસ લાખનો ઘટાડો થયો છે. વર્તમાનમાં જાપાનમાં આ વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3654 છે તો 85 લોકોના મોત થયા છે. અહીં આ વાઈરસ વધુ ન ફેલાવાનું સૌથી મોટું કારણ છે સમય પર કરવામાં આવેલા ઉપાયો.

વૃદ્ધોની જનસંખ્યા મામલે બીજા નંબર પર ઈટલી આવે છે જેની જનસંખ્યા 22.8 ટકા છે. કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા મામલે ઈટલી ત્રીજા નંબર પર આવે છે, તો યુરોપ બીજા નંબર પર છે. અહીં અત્યાર સુધી 128948 મામલાઓ સામે આવ્યા છે અને 15887 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. અહીં પર આ વાઈરસની ઝપેટમાં આવનારા મોટાભાગના વૃદ્ધો છે. યૂરોપીય યૂનિયન હેઠળ આવતા ઈટલીમાં સૌથી વધુ પેન્શન પર ખર્ચ કરે છે. જે ઈટલીના જીડીપીના 16 ટકા છે.

આ વાઈરસની ઝપેટમાં ચોથા નંબર પર આવનારો સૌથી મોટો દેશ જર્મની છે. અહીં પર 21.1 વૃદ્ધો છે. કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા અહીં પર 100132 સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત 1584 દર્દીઓના મોત પણ થઈ ચૂક્યા છે.

અમેરિકામાં 17 ટકા જનસંખ્યા 65 વર્ષ કે તેનાથી વધારેની છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ મુજબ આ વાઈરસની ઝપેટમાં આવનારા લગભગ 31 ટકા લોકો 65 વર્ષ કે તેનાથી વધારેની ઉંમરના છે. વર્તમાનમાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ માત્ર અમેરિકામાં જ છે. અહીં કોરોના વાઈરસ વાયુવેગે ફેલાઈ રહ્યો છે.

વર્તમાન આંકડાઓ અનુસાર અત્યાર સુધીમાં અહીં 336851 મામલાઓ સામે આવી ચૂક્યા છે. તો 9620 લોકોના મોત નિપજ્યા છે. અમેરિકામાં ન્યુયોર્ક સૌથી વધુ પ્રભાવિત છે. અહીં વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 123018 સુધી પહોંચી છે. આ ઉપરાંત અહીં મૃત્યુ આંક સમગ્ર દેશની તુલનામાં સૌથી વધુ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]