નવી દિલ્હીઃ અમેરિકાએ ખૂનખાર આતંકવાદી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ-જ્વાહિરીને ડ્રોન હુમલામાં મારી કાઢ્યો હતો. વર્ષ 2011માં આતંકવાદી ઓસામા બિન લાદેનને અમેરિકી સેનાએ મારી કાઢ્યો હતો. જે પછી તેના ઉત્તરાધિકારી જવાહિરીનું કામ પણ તમામ કર્યું છે. હવે વિશ્વમાં ચર્ચા છે કે અલ કાયદાનો આગામી ઉત્તરાધિકારી કોણ બનશે? સૈફ અલ-આદેલ આ સંગઠનનો ઉત્તરાધિકારી બને એવી શક્યતા છે. આદેલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જોકે અમેરિકાની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં એ પણ સામેલ છે.
અમેરિકા આદેલને આશરે 29 વર્ષથી શોધી રહી છે. મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટ મુજબ આદેલ જવાહિરીનો ઉત્તરાધિકારી બને એવી સંભાવના છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે આદેલ મિસ્ત્રની સેનાનો ભૂતપૂર્વ અધિકારી રહી ચૂક્યો છે અને અલ કાયદાનો તે સંસ્થાપક સભ્ય છે. આદેલ 1980ના દાયકામાં સક્રિય આતંકવાદી હતો. તેણે અલ કાયદાથી પહેલાં આતંકવાદી સંગઠન મકતબ અલ ખિદમતને જોઇન કરી લીધી હતી.
એ દરમ્યાન તેની મુલાકાત ઓસામા અને જવાહિરી સાથે થઈ હતી. ત્યાર પછી આદેલ એક અન્ય આતંકવાદી સંગઠન મિસ્ર ઇસ્લામી જેહાદીમાં સામેલ થયો હતો.આદેલે 1980માં અફઘાનિસ્તાનમાં રશિયાની સેનાથી પણ લડાઈ લડી હતી. આદેલે અમેરિકી નાગરિકોની હત્યા કરી હતી, જેથી આદેલની માહિતી આપનારને 10 મિલિયન ડોલર ઇનામ આપવામાં આવશે. આદેલ વર્ષ 2001થી FBIના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે.
એક અહેવાલ મુજબ 29 વર્ષ પહેલાં અમેરિકાના સૈનિકોએ હેલિકોપ્ટરથી સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં હુમલો કર્યો હતો. આ ઘટનામાં 18 અમેરિકી માર્યા ગયા હતા.