યૂરોપ-સિવાય દુનિયામાં-બધે કોરોનાનાં-કેસ ઘટી રહ્યા છે: WHO

જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું છે કે 2020ના ફેબ્રુઆરી-માર્ચથી દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાઈરસ મહાબીમારીનો ખતરો હવે ઘટી રહ્યો છે. કોરોનાના કેસની સંખ્યા યૂરોપ ખંડને બાદ કરતાં બધે ઘટી રહી છે. યૂરોપના દેશોમાં ગત સપ્તાહોમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં 10 ટકાનો વધારો નોંધાયો છે.

માત્ર યૂરોપના દેશોમાં જ કોરોનાથી સંક્રમિત થનાર અને મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જ્યારે દુનિયાના અન્ય ભાગોમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. સતત છ અઠવાડિયાથી યૂરોપમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગયા અઠવાડિયે દુનિયાભરમાં કોરોનાના 31 લાખ કેસ હતા. એમાં એક ટકાનો વધારો થયો છે. આમાંના બે-તૃતિયાંશ કેસ એટલે કે 19 લાખ માત્ર યૂરોપના દેશોમાં જ નોંધાયા છે જે 7 ટકાનો વધારો સૂચવે છે. અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધારે કેસની વાત કરીએ તો અમેરિકામાં સૌથી વધારે કેસ નોંધાયા છે. તે પછીના નંબરે રશિયા, બ્રિટન, તૂર્કી અને જર્મની આવે છે.