વર્જિન ગેલેક્ટિક 2023થી વેપારી-ધોરણે ત્રણ સ્પેસક્રાફ્ટ શરૂ કરશે

વોશિંગ્ટનઃ વિશ્વમાં સૌપ્રથમ વાર શ્રીમંતો માટે અંતરિક્ષ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે અને બે વર્ષ પછી વર્ષમાં પ્રતિ મહિને અંતરિક્ષ યાત્રા માટે પૃથ્વીથી ત્રણ સ્પેસક્રાફ્ટ ઉડાન ભરશે. વર્જિન ગેલેક્ટિકએ 2023માં પ્રતિ મહિને ત્રણ ઉડાન અંતરિક્ષ માટેની યોજના બનાવી છે અને આ ઉડાનો સંપૂર્ણ રીતે વેપારી ધોરણે હશે, જેમ સામાન્ય ફ્લાઇટ હોય છે.

અગર તમે ઇચ્છો તો પૃથ્વીથી ઊડીને અંતરિક્ષમાં જઈ શકો અને આ એક અલગ પ્રકારનું એડવેન્ચર કરવા ઇચ્છો તો બે વર્ષ પછી તમારા સપનાને વર્જિન ગેલેક્ટિક કંપની સાથે પૂરું કરી શકો છો. જોકે લાઇનમાં એલન મસ્કની સ્પેસએક્સ કંપની અને એમેઝોનની માલિક જેફ બેઝોસની કંપની છે- પણ છે. એ આગામી બે વર્ષમાં અંતરિક્ષ માટે સ્પેસક્રાફ્ટના વહીવટની જાહેરાત કરી શકે છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી કોલગ્લઝિયરે કહ્યું હતું કે કંપનીએ કેરિયર પ્લેનને અંતરિક્ષ યાત્રા માટે અપગ્રેડ કરવાનું કામ પૂરું કરી લીધું છે અને કંપની એક મહિનામાં ત્રણ ઉડાનોની ઓફર કરવાની યોજના બનાવી રહી છે.

વર્જિન ગેલેક્ટિક વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકથી અંતરિક્ષમાં પ્રતિ મહિને ત્રણ સ્પેસક્રાફ્ટની યોજના બનાવી રહી છે. વર્જિન ગેલેક્ટિકના સંસ્થાપક રિચર્ડ બ્રેનસને આ વર્ષે અંતરિક્ષમાં ઉડાન ભરી હતી. એ પછી કંપનીએ ખુલાસો કર્યો હતો કે અત્યાર સુધી આશરે 100 ટિકિટ વેચી છે. જો તમારે વર્જિન ગેલેક્ટિકના સ્પેક્રાફ્ટમાં પ્રવાસ કરવો હોય તો તમારે પ્રતિ સીટ સાડાચાર ડોલર એટલે કે રૂ. 3.60 કરોડનો ખર્ચ કરવો પડશે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ અત્યાર સુધીમાં 700 ટિકિટનું વેચાણ કર્યું છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]