નવી દિલ્હીઃ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં 11 લાખને પાર કરી ચૂક્યા છે. દુનિયાભરના વિજ્ઞાનીઓ કોરોનાની સારવાર અને એની એકદમ અસરકારક દવા બનાવવામાં રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. આ વાઇરસના સૌપ્રથમ શિકાર બનેલા ચીન પણ એની દવા બનાવવામાં લાગ્યું છે. બીજી બાજુ ચીનનું કટ્ટર હરીફ અમેરિકા પણ આ વાઇરસ સામેની દવા બનાવવામાં આકાશપાતાળ કરી રહ્યું છે.
બંને દેશોએ દવા બનાવીને ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ કરી
અમેરિકા અને ચીન બંને કોરોના વાઇરસની દવા બનાવી હોવાનો દાવો 17 માર્ચે કર્યો હતો અને એ દવાનો વ્યક્તિ પર પ્રયોગો શરૂ કર્યા હતા. ચીને 17 માર્ચે કોરોના વાઇરસ સામે બનાવેલી વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી હતી. ડિસેમ્બરથી અત્યાર સુધી કોરોના વાઇરસનો પ્રકોપ છે. હાલ કોઈ દેશ બાકી નથી, જ્યાં કોરોના વાઇરસનો દર્દી ના હોય. વિશ્વ આખું હાલ કોરોના સામે જંગ લડી રહ્યું છે.
WHOની સતત સુરક્ષિત સાધનો ઝડપી બનાવવાની માગ
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કોરોના સામે સતત ચેતવણી આપી રહ્યું છે. એટલું જ નહીં, એણે કહ્યું છે કે જ્યાં સુધી એની વેક્સિન બજારમાં ના આવે ત્યાં સુધી લોકોને બચાવવા માટે સુરક્ષિત ઉપકરણો બનાવવા માટે ઝડપી બનાવવા માટે પણ માગ કરી છે. વળી, આ કામમાં દુનિયાઆખી લાગેલી છે. કેટલીક જગ્યાએ તો અન્ય કામ છોડીને માસ્ક સહિત અન્ય જરૂરી ચીજવસ્તુ બનાવવા માટે કારીગરો લગાડ્યા છે. જોકે આમાં હજી સમય લાગશે.
કોરોના વાઇરસ પર કાબૂ મેળવવામાં બે મહિના
અમેરિકા એ વાત કહી ચૂક્યું છે કે એને કોરોના વાઇરસ પર કાબૂ મેળવવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગવાની શક્યતા છે. અમેરિકાએ કહ્યું છે કે જે પરીક્ષણ વ્યક્તિ પર શરૂ તો કર્યું છે અને એ સફળ થશએ તો પણ એ દવા કે વેક્સિનને બજારમાં લાવવામાં ઓછામાં ઓછો દોઢ વર્ષનો સમય લાગશે. જોકે અમેરિકાએ કરેલા ટેસ્ટનાં પરિણામો સામો નથી આવ્યાં.
ચીનના ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો અસરકારક?
ચીને કોરોના વાઇરસના કિલનિકલ ટ્રાયલ માટે ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે. મિડિયા અહેવાલો જો સાચા માનીએ તો ચીનમાં બનાવેલી દવાનાં બધાં પરીક્ષણ વુહાનમાં કરવામાં આવ્યાં હતાં. આ અહેવાલોમાં એટલે સુધી કહેવામાં આવ્યું હતું કે જે લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યા હતા, એ લોકોને 14 દિવસો પછી તેમને ઘર મોકલી દેવામાં આવ્યા છે. આ દવા લીધા પછી તેઓ એકદમ સ્વસ્થ જ નહીં, પણ રોગમુક્ત પણ થયા હતા. જોકે તેઓ હજી પણ ઘરે રહેવા છતાં ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
જો પરીક્ષણ અસરકારક રહ્યું તો અન્ય દેશોમાં પણ પરીક્ષણ કરાશે
ચીનના ન્યૂઝપેપર ચાઇના ડેલીએ મિલિટરી સાયન્સ ઓફ એકેડમીના સભ્ય અને શોધકર્તા ચેન વીનો હવાલો આપીને લખ્યું હતું કે જો ચીન ક્લિનિકલ ટ્રાયલમાં સફળ રહેશે તો અન્ય દેશોમાં પણ આનાં પરીક્ષણ કરવામાં આવશે, જે આ રોગના ઝપટમાં આવેલા છે.
મિલિટરી એકેડેમી અને ચાઇનીઝ એકેડેમી ઓફ એન્જિનિયરે મળીને દવા તૈયાર કરી
ચીને જે દવા તૈયાર કરી છે એ મિલિટરી એકેડમી અને ચાઇનીઝ એકેડેમી ઓફ એન્જિનિયરે મળીને કોરોના સામેની દવા તૈયાર કરી છે. આને હાલપૂરતું Ad5-nCoV નામ આપવામાં આવ્યું છે. આ દવાને વુહાનની તોંગ્ઝી હોસ્પિટલમાં રાખવામાં આવી છે. આ દવાના ક્લિનિકલ ટ્રાયલ માટે આશરે 108 વોલિન્ટિયર્સની મદદ લેવામાં આવી હતી. ચેને જણાવ્યા મુજબ આ બધા લોકોની ઉંમર 18 વર્ષથી માંડીને 60 વર્ષ સુધીની હતી. આ લોકોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા હતા અને તેમને દવાની માત્રા અલગ-અલગ આપવામાં આવી હતી.
શરૂઆતની સફળતાથી ઘણો ઉત્સાહ
આ લોકોમાંથી કેટલાક લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને ડોક્ટરોની નિગરાનીમાં હોસ્પિટલોમાં રાખવામાં આવ્યા છે. જે 14 લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે, તેમને પણ છ મહિના સુધી ડોક્ટરોની મેડિકલ નિગરાનીમાં રાખવામાં આવશે. આ દરેક જણનો મેડિકલ ટેસ્ટ થશે અને તેમના શરીરમાં આવેલા પરિવર્તનોને ધ્યાનમાં રાખવામાં આવશે. ડોક્ટરોને આશા છે કે આ દવા શરીરમાં આ વાઇરસથી લડવાની ક્ષમતાને વિકસિત કરશે અને તેમના શરીરમાં એન્ટિબોડીનું નિર્માણ કરશે. જો બધું સમુંસૂતરું રહ્યું તો આ વેક્સિનને બજારમાં ઉતારવામાં આવશે. ચેને કહ્યું હતું કે તેઓ પ્રારંભમાં મળેલી સફળતાથી ઘણા ઉત્સાહિત છે.