કોરોના પછી આવી શકે છે ઈમ્યુનિટી પાસપોર્ટ!

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં એ વાતને લઈને ચિંતા વ્યાપી રહી છે કે, એક વખત કોરોના વાઈરસ સામે જંગ જીત્યા પછી કેવી રીતે સામાન્ય જનજીવન પુન: સ્થાપિત કરી કરવું કે જેથી કોરોના વાઈરસનું ફરીથી સંક્રમણ ન ફેલાય. ચીનમાંથી એવા સંકેત મળ્યા છે કે, કોરોનાથી સાજા થઈ ગયેલા દર્દીઓમાં કોરોના સંક્રમણના લક્ષણો ફરીથી જોવા મળ્યા છે. જર્મનીએ આ દિશામાં પહેલ કરી છે અને બ્રિટને સત્તાવાર રીતે આ યોજનામાં રુચી દેખાડી છે. યોજના છે ઈમ્યુનિટી ‘પાસપોર્ટ’

તમને સામાન્ય પાસપોર્ટ અંગે લગભગ બધી ખબર જ હશે, જે તમને વિદેશ યાત્રાનો પ્રથમ અધિકાર અને યોગ્યતા આપે છે. ત્યારપછી તેમા વીઝા અને ઈમિગ્રેશન જેવી શરતો હોય છે, જેને પૂર્ણ કરીને જ તમે વિદેશ યાત્રા કરી શકો છો. જેવી રીતે વિદેશ યાત્રા માટે પાસપોર્ટ જરૂરી હોય છે એવી જ રીતે કોરોના વાઈરસ પછી વિશ્વમાં ઈમ્યુનિટી પાસપોર્ટ હશે, જે તમને કામ કરવાનો અધિકાર આપશે.

શા માટે જરૂરી છે યોજના

લોકડાઉનના કારણે ઔદ્યોગિક ઉત્પાદન ઠપ થઈ ગયું છે. સામાન્ય દુકાનોથી લઈને સ્કુલ સુધીની તમામ વસ્તુઓ બંધ છે. વિશ્વને દરરોજ અબજો ડોલરનો આર્થિક ફટકો પડી રહ્યો છે. આ સ્થિતિમાં વર્ક ફોર્સને ફરી વખત કામે લગાડવાનો પડકાર છે. જર્મનીએ  આ દિશામાં પહેલ કરી છે. તેમણે લોકડાઉનનો નિર્ણય કરવાની સાથે જ કામ કરવાનું શરુ કરી દીધુ હતું. જે લોકો પાસે ઈમ્યુનિટી પાસપોર્ટ હશે તેમને સૌથી પહેલા કામ પર જવાની તક મળશે.

આ કરી રહ્યા છે શોધ: જર્મનીની રોબર્ટ રોચ ઈન્સ્ટીટ્યૂટ, જર્મન ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાઈરસ ઈન્ફેક્શન અને બર્લિનની ચેરિએટ હોસ્પિટલની ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીને જર્મનીના સાર્વજનિક સ્વાસ્થ્ય મંત્રાલયે આ પ્રોજેક્ટ પર લગાવ્યો છે. બ્લડ ડોનેશનમાં લાગેલા એનજીઓ પાસેથી પણ મદદ લેવામાં આવી રહી છે, જેથી વધુને વધુ સેમ્પલ એકત્રિત કરી શકાય. આ દરમિયાન માનવ શરીરમાં રહેલ લાખો રીતે એન્ટી બોડીઝને ઓળખવા અને તેને કોરોના સામે લડાઈ પર લગાવવાની યુક્તિ વિચારવામાં આવી રહી છે. સ્વસ્થ એન્ટી બોડીઝને ઓળખવામાં આવશે, ખાસકરીને એ લોકો જે કોરોના વિરુદ્ધ શક્તિશાળી છે.

બ્રિટન પણ તૈયારીમાં:

બ્રિટનના શૈડો હેલ્થ સેક્રેટરી જોનાથન એશવર્થએ જણાવ્યું કે, જર્મનીને પહેલ કરી છે. અમારી નજર તેમના ટેસ્ટ પર છે. અમે અહીં અમારી જરૂરીયાત અનુસાર ટેસ્ટ કરાવશું અને ઈમ્યુનિટી પાસપોર્ટ યોજના પર અમલ કરશું. શરુઆતના તબક્કે આ સારી યોજના લાગી રહી છે. ઈમ્યુનિટી પાસપોર્ટ ધારકો એક પ્રકારે વેક્સિનેશન કાર્યક્રમનો હિસ્સો હશે, જેના કામ કરવાની છૂટ આપવામાં આવશે.

કેવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે ઈમ્યુનિટી પાસપોર્ટ

જર્મનીએ માનવ શરીરમાં રહેલ એન્ટી બોડીને લઈને શરુઆતની તપાસ પૂર્ણ કરી લીધી છે. એપ્રિલના મધ્ય સુધીમાં એક લાખ લોકો પર આનો પ્રયોગ કરવામાં આવશે. કોરોના વાઈરસ પ્રત્યે આ લોકોની રોગ પ્રતિકારક શક્તિને માપવામાં આવશે. ત્યારપછી આ ટેસ્ટને મોટી જનસંખ્યા પર કરવામાં આવશે. જે લોકોની એન્ટી બોડીઝ કોરોના વાઈરસ સામે લડવામાં સફળ રહેશે તેમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે, જે ઈમ્યુનિટી પાસપોર્ટ કહેવાશે. લોકડાઉન પછી આ લોકો જ સૌથી પહેલા કામ પર પરત ફરી શકશે.

પાંચ વર્ષ લાગુ રહી શકે છે યોજના

બ્રિટનના સાંસદ અને સર્જન ડો. ફિલિપ વિદફોર્ડે જણાવ્યું કે, આનાથી મુશ્કેલ કામમાં લાગેલા લોકોને સરળતાથી પરત ફરવાની તક મળશે. ખાસ કરીને હેલ્થ સિસ્ટમ ને તેના સહયોગમાં લાગેલા લોકોને. ઈમ્યુનિટી પાસપોર્ટ યોજના પાંચ વર્ષ માટે અમલમાં લાવી શકાય છે જે આપણે નવા વાઈરસોના પ્રભાવ અંગે પણ જાણવાની તક આપશે.

યુવાઓને લઈને ચિંતા

જોકે, બ્રિટનમાં આ યોજનાને લઈને ચિંતા પણ છે. ખાસ કરીને નબળું સ્વાસ્થ્ય ધરાવતા યુવાઓને લઈને, જેમણે મોટી લોન લઈને અભ્યાસ કર્યો છે. કામ નહીં કરી શકવાને કારણે તેમનું દેવુ વધતું જ જઈ રહ્યું છે. ઈમ્યુનિટી પાસપોર્ટને કારણે તેમનું કામ પર પરત ફરવું મુશ્કેલ બની જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]