અમેરિકામાં કોરોના વાઇરસ હવે વ્યક્તિમાંથી વાઘમાં ફેલાયો

ન્યુ યોર્કઃ કોરોના વાઇરસનો ફેલાવો હવે વ્યક્તિ સિવાય પશુઓમાં પણ ફેલાયો છે, જે એક ગંભીર વાત છે. અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં કોરોના વાઇરસ એક વાઘનો કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો છે. અમેરિકામાં ન્યુ યોર્કમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અમેરિકામાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસને કારણે 1,200 લોકોનાં મોત થયાં છે. જે અત્યાર સુધી અમેરિકામાં કોરોના વાઇરસને લીધે સૌથી મોતનો આંકડો છે. 

વાઘ-સિંહને સૂકી ખાંસી

વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીના બ્રોંક્સ ઝૂના જણાવ્યા મુજબ ન્યુ યોર્કમાં એક વાઘનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ચાર વર્ષની માદા મલય વાઘનું નામ નાદિયા છે, એની સાથે-સાથે ત્રણ અન્ય વાઘ અને ત્રણ આફ્રિકી શેરમાં પણ સૂકી ખાંસીની ફરિયાદ નોંધવામાં આવી.

કૂતરાને પણ કોરોના વાઇરસ

આ પહેલાં એક પાળતુ કૂતરાને પણ કોરોના વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચરની નેશનલ વેટરનરી સર્વિસની લેબમાં આ ટાઇટરની તપાસ કરતાં એ કોવિડ-19થી સંક્રમિત હોવાનો પહેલો કેસ છે.

કર્મચારીને કોરોનાને લીધે વાઘ પણ શિકાર

ટાઇગર ઝૂના કોરોના વાઇરસ પોઝિટિવ કર્મચારીઓના સંપર્કકમાં આવ્યા પછી વાઘ આ રોગના ભરડામાં આવ્યો હોવાની આશંકા છે. આ વાઘમાં 27 માર્ચથી આ વાઇરસનાં લક્ષણો દેખાવા માંડ્યા હતા. વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેટિવ સોસાયટીના નિવેદન મુજબ આ વન્ય જીવોના ખાવાની ઇચ્છામાં પણ ઘટાડો થયો છે. જોકે આ વેટરનરી કેરમાં છે. જોકે પરિસ્થિતિ પર બારીકીથી નજર રાખવામાં આવી રહી છે.

અમેરિકામાં 3,40,000 કોરોનાપીડિત

અમેરિકામાં કોરોના વાઇરસ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકામાં 3,40,000થી વધુ લોકો કોરોના સંક્રમિત છે. અહીં કોરોનાને કારણે 8,500થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]