અમેરિકાના સર્જન-જનરલ ડો.વિવેક મૂર્તિએ કોરોનામાં 10-સ્વજન ગુમાવ્યા

વોશિંગ્ટનઃ ડો. વિવેક મૂર્તિ ભારતીય અમેરિકન છે અને અમેરિકામાં સર્જન જનરલ છે. એમણે કહ્યું છે કે કોરોનાવાઈરસ રોગચાળામાં એમણે અમેરિકા તથા ભારતમાં 10 પરિવારજનોને ગુમાવ્યા છે.

વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડો. મૂર્તિએ ભારપૂર્વક કહ્યું કે આ ભયાનક વાઈરસથી પોતાને સુરક્ષિત રાખવા માટે દરેક જણે કોરોના-પ્રતિરોધક રસી લેવી જ જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]