ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવા (KP)માં બન્નુ જિલ્લાના માલીખેલ વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારમાં પાકિસ્તાની સેનાના 17 સૈનિક માર્યા ગયા છે. આ હુમલાની જવાબદારી TTPના સહયોગી હાફિસ ગુલ બહાદુર ગ્રુપે (HGBએ) લીધી છે. HGBએ પાકિસ્તાની સૈનિકોના માથાં પણ વાઢ્યાં હતાં અને એનો એક વિડિયો પર જારી કર્યો છે. પાકિસ્તાનના સૈનિકોના હુમલા પછી ગાડી સુધ્ધાં નહોતી મળી શકી અને તેમના સાથીઓની લાશ ગધેડા પર નાખીને લઈ જવી પડી હતી.
પાકિસ્તાનમાં સેનાના જવાનોને નિશાન બનાવીને મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 17 સૈનિકોનાં મોત થયાં છે. સેનાની મિડિયા વિંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 19 નવેમ્બર આતંકવાદીઓ અથવા “ખ્વારિજ” એ બન્નુના માલી ખેલના સામાન્ય વિસ્તારમાં સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
સુરક્ષા અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે એક આત્મઘાતી બોમ્બરે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર તેના વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો, જેમાં ઓછામાં ઓછા 17 સુરક્ષા દળોના મોત થયા અને કેટલાક ઘાયલ પણ થયાના અહેવાલ છે. સરકાર તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી, પરંતુ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો હુમલાનું આયોજન કરનારાઓને નિશાન બનાવીને ઓપરેશન ચલાવી રહ્યા હતા.
પાકિસ્તાની તાલિબાન, જેને તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા TTP તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક અલગ જૂથ છે પરંતુ અફઘાન તાલિબાનની સાથે છે, જેણે 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાએ ટીટીપીને જન્મ આપ્યો, જેના ટોચના નેતાઓ અને લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં છુપાયેલા છે.