ટ્રમ્પે વાજું ફેરવ્યુંઃ હવે કરી મોદીની પ્રશંસા!

વોશિંગ્ટનઃ ભારતે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપ્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને મહાન નેતા બતાવ્યા હતા. કોરોના વાઇરસની બેહાલ અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમેરિકામાં 2.9 કરોડ દવાના ડોઝ ખરીદ્યા છે. આમાંથી મોટા ભાગની દવા ભારતથી મળશે. આ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારતે પોતાના નાગરિકોને બચાવવા માટે દવાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે આ પ્રતિબંધ દૂર કરતા ટ્રમ્પે સૂર બદલતાં વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી હતી.

ટ્રમ્પની ગર્ભિત ધમકી

આ પહેલાં ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે જો ભારત હાઇડ્રોક્સીક્લોરોક્વીનની દવાની નિકાસ પરથી પ્રતિબંધ દૂર કરવામાં નહીં આવે તો અમેરિકા કાર્યવાહી પર વિચારી કરી શકે છે. હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં કરવામાં આવે છે. આ પહેલાં ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ દવા મોકલવા માગ કરી હતી.

ભારતે અમેરિકા સાથે સારો વ્યવહાર કર્યો

વાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે અમેરિકા સાથે ઘણો સારો વ્યવહાર કર્યો છે. હું જાણું છું કે ભારતે આ દવાને અન્ય દેશોમાં નિકાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મેં ગઈ કાલે વડા પ્રદાન મોદી સાથે વાત કરી હતી.  અમારી વાતચીત ઘણી સારી રહી છે. ભારતે અમેરિકા સાથે ઘણો સારો વ્યવહાર કર્યો છે.

ભારત માનવીયતાને આધારે દવા આપશે

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કોરોના વાઇરસ રોગચાળા સમયે ભારતે હંમેશાં કહ્યું છે કે આવા મુશ્કેલ સમયમાં દુનિયા આખીએ એકજૂટ થઈને લડવું પડશે. આમાં માનવીય પાસા વિશે પહેલા વિચારવાનું છે. ભારતે કહ્યું છે કે એ આ દવાઓ એ જરૂરિયાતમંદ દેશોને મોકલશે, જે આ બીમારીથી સૌથી વધુ પીડિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]