કેલિફોર્નિયાઃ વિશ્વમાં કોરોના રોગચાળાએ કાળો કેર વર્તાવ્યો છે. એક બાજુ આ રોગથી સુરક્ષિત રહેવા વિશ્વના દેશો લોકોનું ઝડપથી રસીકરણ કરાવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોરોનાથી જોડાયેલી એક મોટી સમસ્યા ધીમે-ધીમે વધી રહી છે અને એ સમસ્યા છે, કોવિડ રસીનું નકલી સર્ટિફિકેટની. વિશ્વમાં જેમ-જેમ રસીનું સર્ટિફિકેટને ફરજિયાત બનાવી રહ્યા છે, તેમ-તેમ સર્ટિફિકેટના કાળાબજારીનું કામ પણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા કેટલા મહિનામાં રસીના સર્ટિફિકેટના કાળાબજારનું પ્રમાણ 10 ગણું વધી ગયું છે,એમ એક અભ્યાસ કહે છે.
એક સોફ્ટવેર કંપની ચેક પોઇન્ટે નકલી કોવિડ રસીના સર્ટિફિકેટ માટે કાળા બજારનું નિરીક્ષણ કરવા માટે એક અભ્યાસ કર્યો અને એને માલૂમ પડ્યું હતું કે એ બજારનું વિસ્તરણ વિશ્વભરના 29 દેશોમાં થઈ ગયું છે. એમાં નવ મુખ્ય દેશો હાલમાં જોડાયેલા છે, એ દેશ છે- ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, લાતવિયા, લિથુઆનિયા, માલ્ટા, પોર્ટુગલ, સિંગાપુર, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમિરાત.
ચેક પોઇન્ટ રિસર્ચ (CPR)ના નિષ્ણાતોનો દાવો છે કે મેસેજિંગ એપ ટેલિગ્રામ પર 10 ઓગસ્ટને નકલી કોવિડ રસી સર્ટિફિકેટના 1000 વિક્રેતા હતા. જોકે એ સંખ્યા હવે 10,000થી વધુ થઈ ગઈ છે, જે એમાં 10 ગણો વધારો બતાવે છે. ટેલિગ્રામ પર પહેલાં આ કોરોનાના નકલી સર્ટિફિકેટ વેચનારા ગ્રુપની સંખ્યા 30,000 હતી, જે હવે વધીને ત્રણ લાખ થઈ ગઈ છે. આટલું જ નહીં, ડાર્કનેટ પર ડિસેમ્બર, 2020માં કોવિડ પછી 250 ડોલરમાં વેચવામાં આવી રહ્યાં હતાં. જોકે હાલ કોવિડ નકલી રસી સર્ટિફિકેટ 13-150 ડોલરમાં વેચવામાં આવી રહ્યાં છે.