સંયુક્ત રાષ્ટ્રઃ ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક પ્રિપેડકનેસના દિવસે UN સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે કોવિડ રોગચાળાના સંકટમંથી સબક લેતાં ભવિષ્ટના રોગચાળાઓ વિરુદ્ધ વૈશ્વિક તૈયારીઓ પર ભાર મૂકતો સંદેશ આપ્યો હતો. જ્યારે હવે આગામી રોગચાળો આવશે તો એ માટે અમારે સારી રીતે કામગીરી કરવી પડશે, પણ હજી અમે એ માટે તૈયાર નથી અને એટલે કોવિડ19માંથી પદાર્થપાઠ લઈને કામ કરવું પડશે, એમ UNના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આપણે શ્રીમંત દેશોની મહામારી સામે આરોગ્યની સારસંભાળની જમાખોરી ને નિયંત્રણની નૈતિક અને મેડિકલ ઇમર્જન્સીને ત્યાગવી જોઈએ અને દરેક જણ પાસે નિદાન, સારવાર અને રસી ઉપલબ્ધ થાય છે. તેમણે કહ્યું હતું કે એ માટે વૈશ્વિક સહયોગની જરૂર છે. વિશ્વના વારસની દેખરેખમાં સુધારો કરવાની જરૂર છે. આરોગ્યની સુવિધાને વધુ સારી બનાવવી જોઈએ અને આરોગ્યની સુવિધા સૌને મળી રહેવી જોઈએ.
સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે કહ્યું હતું કે સૌને માટેના પ્રયાસ સફળ થઈ રહ્યા છે. રોગચાળાને અટકાવવાની તૈયારી અને સપ્ટેમ્બરમાં આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠક એક સારી રાજકીય જાહેરાત સાથે પૂરી થઈ છે, જે એક મહામારી સમજૂતીની દિશામાં ચાલી રહેલી વાતચીતની પૂરક છે. સંયુક્ત રાષ્ટ્રએ સાત ડિસેમ્બરે પ્રસ્તાવમા 27 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારીના દિવસ ઘોષિત કર્યો છે.