હિજાબ મામલે અફઘાનિસ્તાનમાં રેલી નીકળતાં તાલિબાને ફાયરિંગ કર્યું

કાબુલઃ ઇરાનમાં પોલીસની કસ્ટડીમાં એક મહિલાના મોત પર ઇરાનમાં વિરોધ-પ્રદર્શનો અટકવાનું નામ નથી લેતાં, ત્યાં હવે ઇરાનની મહિલાઓના સમર્થનમાં અફઘાનિસ્તાનમાં પણ મહિલાઓએ રેલી કાઢી હતી. જેથી તાલિબાની લડાકુઓએ એ રેલીને વિખેરી કાઢવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. મહિલા અધિકારના ચળવળકારોએ કાબુલમાં આવેલી ઇરાનની એમ્બેસી સામે માશા અમિનીના મોતની સામે દેખાવો કર્યા હતા.

આ મહિલા દેખાવકારો ‘મહિલા’, ‘જીવન’, ‘સ્વતંત્રતા’ અને ‘ઇરાન ગુલાબ’, હવે ‘અમારો વારો’ –નો સૂત્રોચ્ચાર કર્યો હતો.  જોકે આ વિરોધ-પ્રદર્શનને તાલિબાની દળોએ દબાવી દીધું હતું. સામે પક્ષે ઇસ્લામિક અમિરાતના ડેપ્યુટી પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકાર ઇસ્લામિક મૂલ્યોને આધારે મહિલાઓના અધિકારો માટે પ્રતિબદ્ધ છે.

એક દેખાવકાર શુક્રિયાએ જણાવ્યું હતું કે અમે પણ ઇરાનની માશા જેવો અવાજ બુલંદ કરીશું, કેમ કે અફઘાનિસ્તાનમાં પણ અનેક લોકો માહશાની જેમ પીડિત છે. ઇરાનિયન માશા અમિનીના મોત પછી એની ઇરાનની અંદર-બહાર ભારે પ્રતિક્રિયાઓ જોવા મળી છે. ઇરાનમાં અનેક મહિલાઓએ 22 વર્ષીય માશા અમિનીના મોત બાદ દેખાવો કર્યા હતા અને કરી રહી છે, તેમણે હિજાબ સામે બળવો પોકાર્યો હતો. જે માટે મહિલાઓ તેમના વાળ કાપી રહી છે અને દેખાવો કરતાં હિજાબને બાળી રહી છે. અમિનીના મોતે પછી ઇરાનની અંદર અને બહાર વિરોધાભાસ અને એની સામે ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. અમિનીનું મોત હિંસક ઉત્પીડનનું પ્રતીક બની રહ્યું છે, જેનો ઇરાનમાં દાયકાઓની સામનો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને હિજાબ પહેરવાને મુદ્દે મોટાં શહેરોમાં મહિલાઓને દાયકાઓથી પાછળ ધકેલી દીધી છે

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]