પંજાબ રેજિમેન્ટ ફ્રાંસની ‘પરેડ’માં સેનાનું પ્રતિનિધિત્વ કરશે

પેરિસઃ આ વર્ષે ફ્રાંસમાં બેસ્ટિલ ડે સમારોહમાં ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ કરવા માટે પંજાબ રેજિમેન્ટ્સને પસંદ કરવામાં આવી છે.પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોની 269 સભ્યોની ત્રિ-સેવા ટુકડી ફ્રાંસના સમકક્ષોની સાથે માર્ચ કરતાં સામેલ થશે. આ પરેડ 14 જુલાઈ થશે. ફ્રાંસના રાષ્ટ્રીય દિવસે  દળ ગુરુવારે ફ્રાંસ જવા રવાના થયું છે.

પંજાબ રેજિમેન્ટ્સની ટુકડીના કેપ્ટન અમન જગતાપના નેતૃત્વમાં ત્રણ અધિકારી, ચાર જુનિયર કમિશન્ડ અધિકારી અને 69 અન્ય રેન્ક સામેલ છે. ભારતીય નેવીના દળનું નેતૃત્વ કમાન્ડર વ્રત બધેલ અને એરફોર્સની ટુકડીનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર સિંધુ રેડ્ડી કરી રહ્યા છે. આ ટુકડીમાં કુલ 77 માર્ચ કર્મચારીઓ અને 38 બેન્ડ સભ્યોની ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કેપ્ટન અમન જગતાપ કરી રહ્યા છે.

સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ પંજાબ રેજિમેન્ટ દ્વારા કરવામાં આવે છે, જે ભારતીય સેનાની સૌથી જૂની રેજિમેન્ટોમાંની એક છે. રેજિમેન્ટના સૈનિકોએ બંને વિશ્વ યુદ્ધોની સાથે સ્વતંત્રતા પછીનાં ઓપરેશનમાં પણ ભાગ લીધો હતો. પ્રથમ વિશ્વ યુદ્ધમાં તેમને 18 યુદ્ધ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ વીર સૈનિકોએ મેટાપોટામિયા, ગેલિપોલી, ફિલિસ્તિન, મિસ્ર, ચીન, હાંગકોંગ દમિશ્ક અને ફ્રાંસમાં લડાઈ લડી હતી. ફ્રાંસમાં તેમણે સપ્ટેમ્બર 1915માં ન્યુવે ચેપલની પાસે એક આક્રમક હુમલામાં ભાગ લીધો હતો અને તેમણે લૂસ અને ફ્રાંસ એન્ડ ફ્લેન્ડર્સ એવોર્ડ એનાયત થયો હતો.