વોશિંગ્ટનઃ કોરોના રોગચાળો ફરી એક વાર વિશ્વમાં વધી રહ્યો છે. કોરોનાના વૈશ્વિક કેસો વધીને 20.77 કરોડ થયા છે. આ રોગચાળાએ અત્યાર સુધી 43.7 લાખ લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં અત્યાર સુધી કુલ 4.7 અબજ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી હાલમાં તાજા આંકડા બહાર પાડ્યા છે. યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE)એ ખુલાસો કર્યો હતો કે વર્તમાન વૈશ્વિક મામલે અને એનાથી થયેલી મોતોની સંખ્યા અને રસીકરણ ક્રમશઃ 207,798,567, 4,370,447 અને 4,703,578,751 થઈ છે.
CSSEના અનુસાર 36,884,777 કેસો અને 622,292 મોત સાથે અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. કોરોના સંક્રમણને મામલે ભારત 32,225,513ની સાથે બીજા ક્રમાંકે છે. 30 લાખથી વધુ કેસો મામલે અન્ય સૌથી અસરગ્રસ્ત દેશ બ્રાઝિલ (20,378,570), રશિયા (6,531,585), ફ્રાંસ (6,476,855), યુકે (6,325,515), તુર્કી (6,096,786) આર્જેન્ટિના (5,088,2721) કોલંબિયા (4,870,922), સ્પેન (4,719,266) છે. ઇટાલી (4,444,338), ઇરાન (4,467,015), ઇન્ડોનેશિયા (3,871,738), જર્મની (3,831,827) અને મેક્સિકો (3,101,266) છે. મોતના મામલે બ્રાઝિલ 5,69,492 મોત સાથે બીજા ક્રમાંકે છે.
ભારત (431,642), મેક્સિકો (248,167), પેરુ (197,393), રશિયા (168,384),યુકે (131,296), ઇટાલી (128,456), કોલંબિયા (123,580), ઇન્ડોનેશિયા (118,833), ફ્રાંસ (112,787) અને આર્જેન્ટિના (109,105)માં એક લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.