ઓટાવાઃ કેનેડામાં રિયલ એસ્ટેટમાં ચાલતી તેજીને ઠારવા માટે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ કેનેડામાં વિદેશી રોકાણકારોને ઘર ખરીદવા પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકશે. હાઉસિંગ ક્ષેત્રે મકાનોની કિંમતોમાં રેકોર્ડ વધારાને પગલે નાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે વાર્ષિક બજેટની જાહેરાત કરતાં આવાસોની માગને ઓછી કરવા માટે કેટલાય ઉપાયો અજમાવ્યા હતા.
સરકારે વિદેશી રોકાણકારોને ઘર ખરીદવા પર પ્રતિબંધ મૂકવાની સાથે-સાથે ઘર ખરીદીને એક વર્ષની અંદર વેચી નાખતા લોકો પર ઊંચા દરોએ ટેક્સ લગાડ્યા હતા. જોકે બંને પગલાંમાં સ્થાનિક રહેવાસીઓ અને વિદેશી વિદ્યાર્થીઓને કેટલીક છૂટ સહિત કેટલાક અપવાદો સામેલ છે. આ બજેટમાં નવાં નિવાસસ્થાન માટે અને બજારમાં આવવાની કોશિશ કરતા કેનેડાના લોકોની મદદ કરવાના પગલાં પણ સામેલ છે, જેમાં એક નવું બચત ખાતું અને પહેલી વાર ઘર ખરીદનારા લોકો માટે ટેક્સ ક્રેડિટમાં ફેરફાર પણ સામેલ છે.
સરકારે ગયા વર્ષે 20 ટકાથી વધુના વધારા અને ભાડાના દરો પણ વધવાથી દબાણમાં છે. સરકારે રશિયા-યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં ખુવારીને પગલે કિવમાં માનવતા અને નાણાકીય સહાયતાના ભાગરૂપે 500 મિલિયન કેનેડિયન (397) ડોલરની જાહેરાત કરી છે. આ સાથે કેનેડા NATO દ્વારા દબાણ થતાં આગામી પાંચ વર્ષો સુધી સૈન્ય ખર્ચમાં આઠ અબજ ડોલર કરતાં પણ વધુની સહાય કરશે.