અફઘાનના મલિસ્તાનમાં તાલિબાન આતંકવાદીઓએ 43ને મારી કાઢ્યા

કાબુલઃ અફઘાનિસ્તાનના 90 ટકા વિસ્તાર પર કબજો કરવાનો દાવો કરનાર તાલિબાનનો ખૂની ખેલ જારી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તાલિબાન આતંકવાદીઓએ ગજનીમાં 43 લોકોની હત્યા કરી દીધી હતી. એમાં સુરક્ષા દળ અને સામાન્ય નાગરિક પણ સામેલ છે. તાલિબાનના ભીષણ હુમલાથી હજારો લોકો કાબુલ છોડીને ચાલ્યા ગયા હતા. અફઘાન સરકારે કેટલાય વિસ્તારોમાં રાત્રે કરફ્યુ લગાવી દીધો હતો. ગજનીથી ભાગીને કાબુલ આવેલા એક પિતાએ જણાવ્યું હતું કે તેના બે પુત્રોને તાલિબાને ગોળી મારી દીધી હતી. એ લોકો સરકારી કર્મચારી કે સુરક્ષા કર્મચારી નહોતા.

ગજનીની સિવિલ સોસાયટીનાં એક્ટિવિસ્ટ મીના નાદેરીએ કહ્યું હતું કે તાલિબાન આતંકી મલિસ્તાન જિલ્લામાં ઘૂસ્યા અને એવા લોકોની હત્યા કરી કે –જે લોકો યુદ્ધ નહોતા લડતા. તાલિબાનના લોકોએ ઘરો પર હુમલા કર્યા અને તેમને લૂંટી લીધા હતા અને તેમનાં ઘરોને આગ લગાવી દીધી હતી. તાલિબાનીઓ દુકાનોને લૂંટી લીધી હતી અને નષ્ટ કરી દીધી હતી, એમ તેમણે કહ્યું હતું. મીનાએ કહ્યું હતું કે મલિસ્તાન જિલ્લાના કેન્દ્રમાં તાલિબાન અને અફઘાન સેનાની વચ્ચે ભીષણ જંગની ચપેટમાં આવી ગયા હતા. એને જોતાં 22,000 અફઘાન પરિવાર ભાગી ગયા હતા.

કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક જિલ્લામાં બંદૂકધારીઓએ 100થી વધુ નાગરિકોને મારી કાઢ્યા હતા. અફઘાન ગૃહ મંત્રાલયે નાગરિકોની હત્યા માટે તાલિબાનને જવાબદાર ઠેરવ્યું હતું.

તાલિબાને હવે દેશના આશરે 400 જિલ્લામાં આશરે અડધા પર કબજો કર્યાનો દાવો કર્યો હતો.