તાલિબાનના ગૃહપ્રધાન સિરાજુદ્દીન હક્કાની પર રૂ. 37 કરોડનું ઇનામ

કાબુલઃ અફઘાનિસ્તાનમાં હવે સંપૂર્ણ રીતે તાલિબાનનો કબજો થઈ ચૂક્યો છે. અમેરિકી સેના પણ 20 વર્ષ પછી અફઘાનિસ્તાન છોડી દીધું છે. હવે અફઘાનિસ્તાન સરકારમાં આતંકવાદીઓને જગ્યા મળી છે, એમાં મોસ્ટ વોન્ટેડ હોમ મિનિસ્ટર સિરાજુદ્દીન હક્કાનીનું નામ પણ સામેલ છે. એ આતંકવાદી પર અમેરિકાએ 50 લાખ ડોલર (આશરે રૂ. 37 કરોડ)નું ઇનામ જાહેર કર્યું છે. સિરાજુદ્દીન અને તેના પિતાએ 2008માં કાબુલના ભારતીય દૂતાવાસ પર હુમલો કરાવ્યો હતો. એ હુમલામાં 58 લોકોનાં મોત થયાં હતાં.

તાલિબાન સરકારમાં ખૂનખાર આતંકી સંગઠન હક્કાની નેટવર્કમાં સરગણા સિરાજુદ્દીન હક્કાનીને ગૃહપ્રધાન બનાવવામાં આવ્યો છે. હક્કાની પહેલાં સંરક્ષણપ્રધાનપદ માટે માગ કરતો હતો.તાલિબાન સરકાર બન્યા પછી હવે આતંકવાદીઓ પ્રધાનો બનતાં અન્ય દેશો માટે ચિંતા વધી ગઈ છે, કેમ કે હક્કાની નેટવર્કને અમેરિકાએ પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIનો જમણો હાથ અને એજન્ટ બતાવ્યો છે.  

હક્કાની જૂથ પાક-અફઘાન સરહદે તાલિબાનની નાણાકીય અને સૈન્ય સંપત્તિની નિગરાની કરે છે. હક્કાનીએ અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલાની શરૂઆત કરી હતી. આ જૂથ અનેક હાઈ-પ્રોફાઇલ હુમલા માટે જવાબદાર છે.સિરાજુદ્દીનની ઉંમર 45થી 50ની વચ્ચે છે, જે અનેક અજાણાં સ્થળોથી પોતાના નેટવર્કનું સંચાલન કરે છે.

હક્કાનીનો સંબંધ પાકિસ્તાનના નોર્થ વજિરિસ્તાન વિસ્તારમાં છે. એનું આતંકવાદી સંગઠન અલ કાયદાથી નજીકના સંબંધ રહ્યા છે. તેણે અફઘાનિસ્તાનમાં કેટલાય આતંકી હુમલા કરાવ્યા હતા, એણે અમેરિકા અને નાટો સેનાને નિશાન બનાવ્યા હતા. એ 2008માં હામિદ કરજાઇની હત્યાના કાવતરું રચવામાં સામેલ હતો.

2012માં અમેરિકાએ હક્કાની નેટવર્કને બેન કર્યું હતું. 2014માં પેશાવર સ્કૂલના હુમલામાં 200 બાળકો માર્યા ગયા હતા. અન  2017માં કાબુલ હુમલામાં 150થી વધુનાં મોત થયાં હતાં.