કાબુલઃ તાલીબાન ગ્રુપના અંકુશ હેઠળની સરકારે અફઘાનિસ્તાનમાં બે ચૂંટણી પંચોનું વિસર્જન કરી દીધું છે. એમણે શાંતિ અને સંસદીય બાબતોના મંત્રાલયો પણ બંધ કરી દીધા છે. ઈસ્લામિક એમિરેટ અફઘાનિસ્તાન દેશના સરકારી પ્રવક્તા ઝબિનુલ્લાહ મુજાહિદનું કહેવું છે કે ચૂંટણી પંચો અને બે મંત્રાલય દેશમાં વર્તમાન પરિસ્થિતિમાં નિરર્થક બની ગયા હોવાથી તેનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે.
પ્રવક્તાએ એમ પણ કહ્યું છે કે ભવિષ્યમાં જો જરૂર જણાશે તો ચૂંટણી પંચોને પુનર્જિવિત કરવામાં આવશે.