મોસ્કોઃ યૂક્રેન પર આક્રમણ કર્યા બાદ એની સાથે યુદ્ધ 28 દિવસ બાદ પણ ચાલુ છે ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સામે રશિયન ગુપ્તચર સંસ્થા ફેડરેશન સિક્યુરિટી સર્વિસ (એફએસબી) દ્વારા બળવો થવાનું જોખમ દર અઠવાડિયે વધી રહ્યું છે, એમ ટાઈમ્સ યૂકેના એક અહેવાલમાં રશિયન ગુપ્તચર સંસ્થાના એક સૂત્રને ટાંકીને જણાવવામાં આવ્યું છે.
રશિયન ગુપ્તચર સંસ્થાની અંદરના સૂત્રએ એમ પણ કહ્યું છે કે પુતિને યૂક્રેન સાથેના યુદ્ધને જે રીતે સંભાળ્યું છે એનાથી ગુપ્તચર સંસ્થાના એજન્ટો વધુ ને વધુ નારાજ થઈ રહ્યા છે.