બ્રાઝીલ- બ્રાઝિલમાં યોજાયેલી પ્રેસિડેન્ટ ચૂંટણીના પ્રથમ તબક્કામાં દક્ષિણપંથી વિચારધારાના મજબૂત નેતા જૈર બોલસોનારોએ જીત મેળવી છે. તેમને પોતાના પ્રતિદ્વંદ્વી અને વામપંથી ઉમેદવાર અને સાઓ પાઉલોના પૂર્વ મેયર ફર્નાન્ડો હદાદને પરાજય આપ્યો છે.પ્રથમ તબક્કામાં જૈર બોલસોનારોને 46.5 ટકા મત મળ્યા હતા જ્યારે ફર્નાન્ડો હદાદને 28.5 ટકા મત ળ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા પર આરોપ લગાવતા બોલસોનારોએ કહ્યું કે, મતદાન સાથે થયેલી ગડબડીને કારણે તેઓ અંતિમ વિજય મેળવી શક્યા નહતા.
લેટિન અમેરિકાના સૌથી મોટા દેશ બ્રાઝીલમાં પ્રેસિડેન્ટની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બોલસોનારોએ અપરાધ પર કાબૂ મેળવવાનો વાયદો કર્યો હતો. બોલસોનારોને પ્રથમ તબક્કામાં જીત મેળવવા માટે 50 ટકાથી એક મત વધુ મેળવવાની દરકાર હતી.
જોકે હવે તેમને પ્રથમ તબક્કામાં જરુરી મત નહીં મળવાને કારણે તેમને 28 ઓક્ટોબરના રોજ યોજાનારા મતદાનના બીજા તબક્કા પર મદાર રાખવો પડશે અને ફર્નાંન્ડો હદાદ સાથે ફરી એરવાર મુકાબલો થશે જેને પ્રથમ તબક્કામાં 28 ટકા મત મળ્યા હતા.
સાઓ પાઉલોના પૂર્વ મેયર ફર્નાન્ડો હદાદે આ ચૂંટણીમાં પૂર્વ પ્રેસિડેન્ટ લુઈઝ ઈનાશિયો લૂલા ડી સિલ્વાની જગ્યા લીધી છે. આપને જણાવી દઈએ કે, લૂલા ડી સિલ્વા હાલમાં જેલમાં બંધ છે. સર્વેક્ષણના જણાવ્યા મુજબ બીજા તબક્કાના મતદાનમાં ફર્નાન્ડો અને હદાદ વચ્ચે રસાકસી જોવા મળી શકે છે.