ફ્લોરિડામાં વાવાઝોડાને કારણે સ્ટેટ ઈમરજન્સી જાહેર, 6 હજાર લોકો ફસાયા

ફ્લોરિડા- ગત મહિને આવેલા ફ્લોરેન્સ વાવાઝોડા બાદ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટ તરફ વધુ એક વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેને લઈને ગતરોજ અહીં સ્ટેટ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ફ્લોરિડાના ગવર્નરના જણાવ્યા મુજબ યુએસ ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહેલું વાવાઝોડું મંગળવાર રાત સુધીમાં ફ્લોરિડા તરફ પહોંચી શકે છે.વવાઝોડાને પગલે અહીં ભારે વરસાદ અને પૂરની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ફ્લોરિડાના ગવર્નરના જણાવ્યા મુજબ ફ્લોરિડાના 26 વિસ્તારોમાં સ્ટેટ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક ગવર્મેન્ટના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહ્યું છે, તેમ છતાં ફ્લોરિડાના અનેક વિસ્તારોમાં વાવાઝોડાને કારણે પૂર અને ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ગવર્નર સ્કોટે આ વાવાઝોડું જીવલેણ હોવાની ચેતવણી આપી છે. સ્થાનિક ગવર્મેન્ટના જણાવ્યા મુજબ માઈકલ વાવાઝોડું ફ્લોરિડા સિવાય અન્ય કોઈ પ્રદેશમાં કંઈ ખાસ નુકસાન નહીં કરે. જો વાવાઝોડું ત્રાટકશે તો પનામા સિટી અને ટામ્પામાં વધારે નુકસાન થવાની શક્યતાઓ છે. સાવચેતીના પગલા રુપે ફ્લોરિડા ગવર્નરે નેશનલ ગાર્ડ્સના 500 જવાનોને પણ ગોઠવી દીધા છે.

મળતી માહિતી મુજબ ગતરોજ અહીં વાવાઝોડાંના કારણે લગભગ 260થી વધુ ઈમારતોને નુકસાન થયું છે. જેમાંથી મોટાભાગની સાઉથ હોન્ડૂરાસમાં આવેલી છે. જ્યારે ભારે વરસાદના કારણે 6 હજારથી વધુ લોકો ફસાઈ ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]