પાકિસ્તાને કર્યું ઘોરી મિસાઈલનું સફળ પરીક્ષણ, ભારતના આ શહેરો આવશે રેન્જમાં

ઈસ્લામાબાદ- પાકિસ્તાને તેના બેલિસ્ટિક મિસાઈલ ઘોરીનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે પણ સક્ષમ છે. ઘોરી મિસાઈલ 1300 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. જેની રેન્જમાં ભારતના ઘણા શહેરો આવે છે.પાકિસ્તાની સેનાની મીડિયા શાખા ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશને જણાવ્યું કે, આર્મી ટેક્ટિકલ ફોર્સ કમાન્ડ દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય આર્મી ટેક્ટિકલ ફોર્સ કમાન્ડની ઓપરેટિંગ અને ટેકનિકલ તૈયારીની તપાસ કરવાનું હતું.

ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સે એક નિવેદનમાં જણાવ્યું કે, ઘોરી બેલિસ્ટિક મિસાઈલ 1300 કિ.મી.ની મારક ક્ષમતા ધરાવવા ઉપરાંત પરમાણુ હથિયાર વહન કરવા માટે પણ સક્ષમ છે. કમાન્ડન્ટ ચીફ લેફ્ટનેન્ટ જનરલ મુહમ્મદ હિલાલ હુસૈને આર્મીની વ્યૂહાત્મક તાકાતની તાલીમ અને કાર્યક્ષમ સજ્જતાના વખાણ કર્યા હતા.

મિસાઈલના સફળ પરીક્ષણને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વી અને વડાપ્રધાન ઈમરાન ખાને વૈજ્ઞાનિકો અને એન્જીનિયરોને અભિનંદન આપ્યા હતા.

કારણકે, ઘોરી બેલિસ્ટિક મિસાઈલ 1300 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે. જેની તેની રેન્જમાં ભારતના અનેક મોટા શહેરો આવે છે. જેમકે મુંબઈ, લખનઉ, પંજાબ અને હરિયાણાના બધા શહેરો સહિત દેશની રાજધાની દિલ્હી પણ આવે છે.