નવી દિલ્હીઃ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના વડાની નિયુક્તિને મામલે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને જો એ મામલો આગળ વધશે તો પાકિસ્તાનમાં એક મોટું બંધારણીય સંકટ ઊભું થઈ શકે છે. આ વિવાદની જ્વાળા ત્યાંની સરકાર સુધી પહોંચી શકે છે. પાકિસ્તાની આર્મી બંધારણીય જોગવાઈઓનું અતિક્રમણ કરી રહી છે. પાકિસ્તાનના વડા પ્રધાન સતત ISI વડાની નિમણૂકને મામલે કાનૂની જોગવાઈઓનો ઉલ્લેખ કરી રહી છે. આ વિવાદને પગલે સરકાર અને આર્મી સામસામે આવી ગયા છે, ત્યારે- ત્યારે સેનાએ સત્તા પર કબજો માવ્યો છે. જો વિવાદ હજી વધશે તો એ ઇમરાન અને સરકારના હિતમાં નથી. બીજી બાજુ ઇમરાન ખાનની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે પડી રહ્યો છે. વર્ષ 2018માં સત્તામાં આવ્યા પછી ઇમરાન લગભગ બધે મોરચે નિષ્ફળ રહ્યા છે. આવામાં આ પ્રસંગે સેના આ તકનો લાભ ઉઠાવી શકે છે.
વડા પ્રધાન ઇમરાન દેશની આંતરિક અને બાહ્ય સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. પુલવામા આતંકવાદી ઘટના હો તે 370નો મુદ્દો, ભારત પાકિસ્તાનને કૂટનીતિના મોરચે માત આપી છે. ઇમરાનના કાર્યકાળમાં અમેરિકાથી સંબંધ એકદમ તળિયે પહોંચ્યા છે. દેશની આર્થિક સ્થિતિ બદ્તર થઈ ગઈ છે. બેરોજગારી અને મોંઘવારી ચરમ પર છે. સેના માટે આ સ્થિતિ અનુકૂળ છે. એટલે સંદેહ વાજબી છે.
વળી, બીજી બાજુ પાકિસ્તાની મિડિયામાં એ વાત જોર પકડી રહી છે કે શાહ મહમૂદ કુરેશી દેશના વડા પ્રધાન બની શકે છે, કેમ કે સેના અને વિપક્ષમાં કુરેશની છબિ ઘણી સારી છે. વળી કુરેશીની મંછા વડા પ્રધાન બનવાની છે. કુરેશી અને આર્મી વચ્ચે ઘેરા અને ઘનિષ્ઠ સંબંધ છે. ઇમરાન ખાનને વિપક્ષ ઇલેક્ટેડને બદલે સિલેક્ટેડ વડા પ્રધાન પણ કહે છે.