મનીલાઃ ફિલિપીન્સ એર ફોર્સ (PAF)નું એક વિમાન આજે સુલુ પ્રાંતના જોલો ટાપુ પર ઉતરાણ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થતાં 29 જણ માર્યા ગયા છે અને બીજાં 40 જણ ઘાયલ થયા છે. અનેક જણને ઉગારી લેવામાં આવ્યાં છે. વિમાનમાં 92 જણ હતાં.
C-130 હર્ક્યૂલીસ ટ્રાન્સપોર્ટ વિમાનમાં ત્રણ પાઈલટ અને પાંચ ક્રૂ સભ્યો હતાં. બધાં લશ્કરી જવાનો એમને સોંપાયેલી એક ફરજ માટે જઈ રહ્યા હતા. દુર્ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગ્યે બની હતી. સૈનિકોને મિન્ડાનાઓ ટાપુના કાગાયન ડી ઓરો શહેરમાંથી જોલો ટાપુ ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે દુર્ઘટના થઈ હતી.