‘સૌથી ખતરનાક દેશોમાંનો એક છે પાકિસ્તાન’: બાઇડન

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પાકિસ્તાનને વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંનો એક ગણાવ્યો છે, જેની પાસે પરમાણુ હથિયાર છે. ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણી ઝુંબેશ સમિતિના સ્વાગત સમારોહમાં તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંનો એક પાકિસ્તાન છે.જે કોઈ પણ સામંજસ્ય વિના પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્ર છે. વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર તેમની સ્પીચ અપલોડ છે. તેમણે આ ટિપ્પણી વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય સ્થિતિના સંદર્ભે કરી છે.

પાકિસ્તાન પરની ટિપ્પણી એ સમયે આવી છે, જ્યારે બાઇડન ચીન અને વ્લાદિમિર પુતિનના રશિયાના સંબંધમાં અમેરિકી વિદેશ નીતિ વિશે વાત કરી રહ્યા હતા. તેમના સંબોધનના અંતે નિષ્કર્ષ તરીકે કહ્યું હતું કે પાકિસ્તાનને વિશ્વનો સૌથી ખતરનાક દેશ માને છે.તેમણે તેમના સંબોધનમાં કહ્યું હતું કે વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે અને દેશ પોતાના પોતાના ગઠબંધનો પર પુનર્વિચાર કરી રહ્યા છે અને આ મામલાની સચ્ચાઈ એ છે કે હું વાસ્તવમાં એના પર વિશ્વાસ કરું છું કે વિશ્વ અમારી સામે જોઈ રહ્યું છે. અહીં સુધી કે અમારા દુશ્મનો પણ એ માલૂમ કરી રહ્યા છે કે અમે પરિસ્થિતિને કેવી રીતે સંભાળી શકીએ છીએ. 

ઘણુંબધું દાવ પર લાગેલું છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો. અમેરિકાની પાસે વિશ્વના એ સ્થાને લઈ જવાની ક્ષમતા છે, જે પહેલાં ક્યાર્ય નથી થયું. આ સપ્તાહના પ્રારંભે એ સામે આવ્યું હતું કે પાકિસ્તાન જે ક્યારેક વોશિંગ્ટન ડીસીનું મુખ્ય સહયોગી રાષ્ટ્ર હતું, અમેરિકી સુરક્ષા વ્યૂહરચના 2022માં એનો ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો.