શોપિયાંમાં કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની સામે આતંકવાદના હુમલા અટકવાનું નામ નથી લેતા. શોપિયામાં ફરી એક વાર એવું થયું છે, જ્યારે એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, અધિકારીઓએ આ માહિતી આપી હતી. કેટલાક મહિનાઓમાં કાશ્મીરી પંડિતો અને દેશના અન્ય વિસ્તારોથી રોજગારની શોધમાં કાશ્મીર ખીણ પહોંચનારા લોકોની સામે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે.

શોપિયામાં આતંકવાદીઓએ પૂરન કૃષ્ણ ભટ નામના એક શખસની ગોળી મારી હતી. ગંભીર રીતે ઘાયલ પૂરન કૃષ્ણ ભટને શોપિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમ્યાન તેનું મોત થયું છે. પૂરન કૃષ્ણ દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં તેમના નિવાસસ્થાનની નજીકમાં હુમલો કરવામાં આવ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પૂરા વિસ્તારનો ઘેરાવ કરવામાં આવ્યો છે અને આતંકવાદીઓને પકડવા માટે તપાસ ઝુંબેશ જારી છે.જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનાં મૂળિયાં ખતમ કરવા માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં આતંકવાદી સંબંધિત પાંચ સરકાર કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. આ લોકો નાર્કો-ટેરર સિન્ડિકેટ ચલાવનારા અને આતંકવાદી હુમલાઓનો અંજામ આપનારા પ્રતિબંધિત સંગઠનોની મદદ કરવામાં સક્રિય હતા. સરકાર એ બધા લોકોને ગંભીરતાથી શોધી રહી છે, જેનો કોઈ ને કોઈ રીતે આતંકવાદીઓ સાથે કોઈ કનેક્શન છે.

 જે પાંચ લોકોની સામે કાર્યવાહી થઈ છે, તેમનાં નામ તન્વીર સલીમ ડાર, અફક અહમદ વાણી, ઇફ્તિખાર અદ્રાબી, ઇરશાદ અહમદ ખાન, અબ્દુલ મોમિન પીર છે. એમાં તનવીર જમ્મુ કાશ્મીરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે સર્વિસ કરતો હતો.