ઈસ્લામાબાદઃ પાકિસ્તાન અને ચીન 10 અબજ ડોલરના અંદાજિત ખર્ચે મેનલાઈન-1 (ML-1) નામક એક રેલવે યોજનાને અમલમાં મૂકવા સહમત થયા છે. બંને દેશે આ માટે સંયુક્ત સંકલન સમિતિ (જેસીસી)ની રચના કરી છે.
ચીન આ રેલવે યોજના કરવા ઉપરાંત પાકિસ્તાનમાં માહિતી ટેક્નોલોજી ક્ષેત્રમાં સહકાર વધારવા પણ સહમત થયું છે. એ માટે ચીની કંપનીઓ પાકિસ્તાનમાં એમના રિસર્ચ સેન્ટરો શરૂ કરશે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ 1 નવેમ્બરથી ચીનના સત્તાવાર પ્રવાસે જવાના છે.