SCOની બેઠકમાં ભાગ લેવા ભારત પ્રવાસે પાક વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશપ્રધાન બિલાવલ ભુટ્ટો ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ગોવા થનારી વિદેશપ્રધાન શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં ભાગ લેશે. પાકિસ્તાનના વિદેશપ્રધાનની 12 વર્ષમાં આ પહેલી યાત્રા છે.આ પહેલાં હિના રબ્બાની જુલાઈ, 2011માં શાંતિ વાર્તા માટે ભારત પ્રવાસે આવ્યાં હતાં. ભારત પ્રવાસ પહેલાં ભુટ્ટોએ એક વિડિયો જારી કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારો ભારત પ્રવાસ એ સંદેશ આપે છે કે પાકિસ્તાન માટે SCOને કેટલું મહત્ત્વ આપે છે. તેમની સાથે પાકિસ્તાની પત્રકારોનું એક પ્રતિનિધિ મંડળ પંજાબમાં વાઘા સીમા પાર કરીને આવ્યા છે.

પત્રકારોમાં નયાદૌર મિડિયાના એક્ઝિક્યુટિવ એડિટર મુર્તઝા સોલંગી, ઇન્ડિપેન્ડટ ઉર્દૂના મોના ખાન, કુર્ત ઉલ એન શિરાઝી, જેયો ન્યૂઝથી અઝાઝ સૈયદ, કામરાન યુસુફ અને મુનીઝે જહાંગીર સામેલ છે. મુનીજે  જહાંગીરે ટ્વીટ કરીને કહ્યું હતું કે વિબાવલ ભુટ્ટો બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો કરશે અને રાજકીય તાપમાન ઓછું કરશે. તેમણે એમ કહ્યું હતું કે તેમને આશા છે કે  ભુટ્ટોઅને વિદેશપ્રધાન એસ. જયશંકર વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટ થશે.

 


ભારતે આ પાકિસ્તાની પત્રકારોને ગોવામાં SCOની બેઠકે કવર કરવા માટે વિસા આપ્યા છે. બધાની નજર ગોવા બેઠકમાં ભુટ્ટોની વ્યક્તિગત હાજરી પર છે અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં નરમાઈ આવશે કે નહીં –એના પર નજર છે. પાકિસ્તાની સરકાર દ્વારાજારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કેં આ બેઠકમાં અમારી ભાગીદારી SCO ચાર્ટર અને પ્રક્રિયાઓ પર્ત્યે પાકિસ્તાનની પ્રતિબદ્ધતા અને પાકિસ્તાન દ્વારા વિદેશ નીતિની પ્રાથમિકતામાં અપાતા મહત્ત્વને દર્શાવે છે.