પૃથ્વી પર માત્ર એક ટકાથી ઓછા વિસ્તારમાં સ્વચ્છ હવા

નવી દિલ્હીઃ દિલ્હી જેવાં શહેરોમાં રહેતા લોકો વારંવાર કહેતા હોય છે કે અહીં એટલું પ્રદૂષણ છે કે મન થાય છે કે પહાડોમાં જઈને રહીએ, પણ હવે પહાડ તો છોડો, પૃથ્વી પર કોઈ ખૂણો એવો નથી- જ્યાં પ્રદૂષણ ના હોય. નવા રિસર્ચમાં માલૂમ પડ્યું છે કે પૃથ્વી પર 99.82 ટકા વિસ્તારમાં PM મેટર 2.5ની માત્રા છે. જે વાયુ પ્રદૂષણને કારણે છે, એટલે કે પથ્વી પૂરી પ્રદૂષિત થઈ ચૂકી છે.

હવામાં મોજૂદ નાના-નાના પ્રદૂષક કણ સંગ કેન્સર અને હ્દય સંબંધી બીમારીઓ માટે ખતરનાક છે. લાન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત પિયર-રિવ્યુ સ્ટડી અનુસાર વૈજ્ઞાનિકોને માલૂમ પડ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને ચીનમાં વૈશ્વિક સ્તરે 2019માં 70 ટકાથી વધુ દિવસોમાં દૈનિક PM 2.5ની માત્રા ઘનમીટરથી વધુ હતી, જે WHOનો માપદંડ છે. વાયુ પ્રદૂષણને લઈને સૌથી ચિંતાજનક સ્થિતિ દક્ષિણ અને પૂર્વ એશિયામાં છે. જ્યાં 90 ટકાથી વધુ PM 2.5ની માત્રા 15 mgથી ઉપર નોંધવામાં આવી હતી. મોનાશ યુનિવર્સિટીમાં મુખ્ય સંશોધનકર્તા અને પર્યાવરણીય આરોગ્યના પ્રોફેસર યુમિંગ ગુઓએ કહ્યું હતું કે મને આશા છે કે અમારો સ્ટડી દૈનિક PM 2.5 જોખમ માટે અને નીતિ નિર્માતાઓના વિચારોને બદલી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે PM 2.5માં અચાનક વધારાથી આરોગ્ય સમસ્યાઓમાં વધારો થાય છે.

વાયુ પ્રદૂષણથી પ્રતિ વર્ષ 67 લાખ લોકોનાં મોત થાય છે, જેમાંથી કરીબ બે તૃતીયાંશ સમયતી પહેલા થનારા મોત પર્ટિકુલેટ મેટર (સૂક્ષ્મ કણ)ને કારણે થાય છે.