ફિલિપિન્સમાં છની તીવ્રતાનો ભૂકંપ, મોટા નુકસાનની આશંકા

નવી દિલ્હીઃ દક્ષિણી ફિલિપિન્સમાં ભૂકંપના તેજ આંકા અનુભવાયા હતા. US જિયોલોજિકલ સર્વે મુજબ રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા છની માપવામાં આવી હતી. આ ભૂકંપ પછી અધિકારીઓએ આફ્ટરશોક્સને લઈને ચેતવણી જારી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક સમય અનુસાર બે કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર મિંડાનાઓ દ્વીપ પર દાવાઓ ડી ઓરોના પહાડી પ્રાંતમાં મારગુસન નગરપાલિકાથી કેટલાક કિલોમીટરના અંતરે હતું.

આ પહેલાં 16 ફેબ્રુઆરીએ મસબાતે ક્ષેત્રમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે એમાં કોઈ નુકસાનની પુષ્ટિ નહોતી થઈ. મંગળવારે આવેલા ભૂકંપમાં હજી સુધી કોઈ નુકસાનની પુષ્ટિ નહોતી થી. જોકે ગ્રામીણ વિસ્તારોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. લોકોએ ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. ફિલિપિન્સ પેસિફિકમાં મોજૂદ રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. એ જગ્યા ભૂકંપના હિસાબે ઘણી સંવેદનશીલ માનવામાં આવે છે.

તુર્કી-સિરિયામાં ભૂકંપથી આશરે 48,000નાં મોત

તુર્કી અને સિરિયામાં ઠીક એક મહિના પહેલાં આવેલા ભૂકંપમાં 48,000થી વધુનાં મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. એ ભૂકંપ તુર્કી અને સિરિયામાં આવેલા મોટા ભૂકંપમાંનો એક હતો. એ ભૂકંપ પછી વિશ્વના દેશો તુર્કી અને સિરિયાની મદદ માટે સામે આવ્યા હતા. ભારતે પણ બંને દેશોની મદદ માટે NDRF સહિત પેરામેડિકલ ફોર્સ મોકલી હતી. ઓપરેશન દોસ્ત હેઠળ ભારતે રાહત સામગ્રી પણ આ દેશોમાં મોકલી હતી. ભારતની આ ઝુંબેશની અનેક દેશોએ પ્રશંસા કરી હતી.